Viral Video: અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આગવી રીતે યોગ કર્યો, લોકોએ આપી સલાહ…

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને લોકોને પ્રેરિત પણ કરે છે. તે સોશિયલ મીડિયા દ્વારા યોગના ક્લાસ પણ આપે છે. તેની પોતાની એપ પણ છે, જ્યાં તે ડાયટ વિશે પણ માહિતી આપે છે. આ સિવાય તે ધાર્મિક પણ છે. પૂજા કરે છે. તે બાળકોને મંત્ર જાપ કરવાનું પણ શીખવે છે. હવે તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તે સૂર્યને જળ અર્પણ કરી રહી છે. પરંતુ કેટલાક લોકો નારાજ થયા.
આ પણ વાંચો : Abhishek Bachchan સાથે ડિવોર્સની વાત વચ્ચે Salman Khan સાથે બાઈક પર નીકળી Aishwarya?
શિલ્પા શેટ્ટીએ તેના વીડિયોમાં તે સૂર્યને અર્ઘ્ય આપે છે. આ દરમિયાન તેણે જિમના વસ્ત્રો પહેર્યા છે. આ પછી તે સૂર્ય નમસ્કાર પણ કરે છે. પરંતુ પૂજા સમયે તેને આવા કપડામાં જોઈને લોકોએ તેને ભારતીય સંસ્કૃતિનું પાલન કરવાની અને યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપી છે.
શિલ્પા શેટ્ટીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ચેનલિંગ ધ એનર્જી ઓફ સન વિથ પોઝિટિવિટી એન્ડ પર્પઝ ધીસ મંડે. લેટસ શાઈન બ્રાઈટર. સોશિયલ મીડિયા પર શિલ્પાનો વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે તેના પર લોકોએ પ્રતિક્રિયા પણ આપી હતી.
વાઈરલ વીડિયો પર એક યુઝરે લખ્યું હતું કે ‘સૂર્ય નમસ્કાર સાચો છે, પરંતુ ભારતીય સાંસ્કૃતિક રિવાજોનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.’ બીજાએ લખ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ મુજબ યોગ્ય કપડાં પહેરીને ભગવાનની પૂજા કરો.’ જયારે ઘણાએ તેના ખૂબ વખાણ કર્યા છે.
૪૯ વર્ષની આ અભિનેત્રીએ પોતાની જાતને આજે પણ ૨૦-૨૨ વર્ષની યુવતીની જેમ તેની સુંદરતા જાળવી રાખી છે. અનન્યા અને આલિયા પણ તેની સરખામણીમાં ફિક્કી લાગે છે. તેણે ‘સુપર ડાન્સર’ અને ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ જેવા રિયાલિટી શોને પણ જજ કર્યા છે. તે ફિલ્મોમાં પણ જોવા મળે છે.