શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી… | મુંબઈ સમાચાર
મનોરંજન

શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી…

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અવારનવાર શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાનું નામ કોઈને કોઈ વિવાદમાં સંકળાતું રહે છે. થોડાક દિવસ પહેલાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર લગાવવામાં આવેલા છેતરપિંડીના આક્ષેપ બાદ હવે શિલ્પાએ બાંદ્રા ખાતે આવેલી જાણીતી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ કરવાની જાહેરાત કરી છે. શિલ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

શિલ્પા શેટ્ટીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં એક્ટ્રેસે જણાવ્યું છે કે આ ગુરુવારે એક યુગનો અંત થવા જઈ રહ્યો છે, કારણ કે મંબઈના જાણીતા સ્થળોમાંથી એક બેસ્ટિયન બાંદ્રાને અલવિદા કહી રહ્યા છે. એક એવું સ્થળ કે જ્યાં આપણે અગણિત યાદો, અવિસ્મરણીત રાતો અને શહેરની નાઈટલાઈફને આકાર આપનારા પળ બનાવ્યા છે. હવે આ સ્થળ તમને અલવિદા કહી રહ્યું છે.

શિલ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ લેજેન્ડરી પ્લેસના સન્માન માટે અમે એક ખાસ સાંજનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જૂની યાદો, એનર્જી અને જાદુથી ભરી રાત જેમાં બેસ્ટિન સાથે છેલ્લું સેલિબ્રેશન. બૈસ્ટિયન બાંદ્રાને અલવિદા કહેવાની સાથે સાથે અમારું ગુરુવાર રાતનું અનુષ્ઠા આર્કેન અફેયર આવતા અઠવાડિયે બેસ્ટિયન ધ ટોમાં ચાલુ રહેશે, જે નવા અનુભવની સાથે સાથે એક નવા ચેપ્ટરમાં આ વારસાને આગળ વધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેસ્ટિયન બાંદ્રા શિલ્પા શેટ્ટી અને રેસ્ટોરાં માલિક રંજિત બિંદ્રાનો પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે. 2016માં શરૂ થયેલી આ રેસ્ટોરાં ત્યાં મળતા સી-ફૂડને કારણે ખૂબ જ જાણીતી છે. આ જ રેસ્ટોરામાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે રિસેપ્શન આપ્યું હતું. શિલ્પા અને રાજ પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ છે અને એના થોડાક અઠવાડિયા બાદ જ શિલ્પાએ રેસ્ટોરાં બંધ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો…શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button