દિવસની શરૂઆત કેવી રીતે કરશો, જાણો શહેનાઝ ગિલ પાસે
દરેક અભિનેતા અને અભિનેત્રીઓ સ્ટ્રીક્ટ ડાયેટનું પાલન કરતા હોય છે અને પોતાની ફિટનેસ જાળવી રાખતા હોય છે. બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ તેના વજન ઘટાડવા અને ફિટનેસ માટે પણ જાણીતી છે. શહેનાઝ ગિલ શું ખાય છે, પોતાને કેવી રીતે ફિટ રાખે છે અને વજન કેવી રીતે જાળવી રાખે છે એના વિશે ચાહકો તેને ઘણી વાર સવાલ કરતા હોય છે હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેનો જવાબ આપ્યો છે. વીડિયોમાં શહેનાઝે જણાવ્યું છએ કે તે સવારે સૌથી પહેલા શું કરે છે, શું ખાય છે, શું પીએ છે, નાસ્તામાં શું લે છે, મિડ મિલમાં શું ખાય છે, કેવી એક્ટિવિટી કરીને પોતાને ફીટ રાખે છે,રાત્રે શું ખાય છે વગેરે તમામ વાતો શેર કરી છએ. તેણે પોતાના નાસ્તાની રેસિપી પણ શેર કરી છે.
Also Read – આ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયો Nita Ambaniની વહુરાણીનો આઉટફિટ…
શેહનાઝ સવારે ઉઠીને સૌથી પહેલું કામ પાણી પીવાનુ કરે છે કારણ કે એ કહે છે કે પાણી શરીરમાંથી ઝેર દૂર કરે છે. ત્યાર બાદ તે રાતના પલાળી રાખેલા ડ્રાયફ્રૂટ્સ ખાય છે. ત્યાર બાદ યોગા કરે છે. પછી નાસ્તો કરવાના અડધા કલાક પહેલા પાણીમાં એપલ સીડર વિનેગર ઉમેરીને પીએ છે.
શહેનાઝ નાસ્તામાં પૌંઆ ખાય છે, પણતેની નાસ્તો બનાવવાની સ્ટાઇલ થોડી અલગ છે. તેના પૌઆમાં શાકભાજી વધારે અને પૌંઆ ઓછા હોય છે. પૌંઆ બનાવવા માટે તે પહેલા રાઇનો વઘાર કરી તેમાં ગાજર, લીમડો, બ્રોકોલી અને બટાટા ઉમેરે છે. બાદમાં તેમાં મસાલા નાખે છે. પૌંઆની સાથે તે ગ્નેન્યુલા અને દહીં પણ ખાય છે.
લંચમાં શહેનાઝ પનીરની આયટમ, દાળ, સલાડ અને ઘી વાળી રોટલી ખાય છે. આમ તેના લંચમાં પ્રોટીન અને ફાઇબર પણ રહે છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે. સાંજના નાસ્તા માટે તે મખાણાને ઘીમાં શેકીને ખાય છે. જ્યારે તે શૂટ માટે બહાર જાય ત્યારે મખાણાનો નાસ્તો સાથે લઇ જાય છે. રાતના ભોજન પહેલાં, શહેનાઝ ફરી એકવાર પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીએ છે. અંતમાં ડિનરમાં, શહેનાઝ ખીચડી, દહીં અને કોબીનો સૂપ પીએ છે.
તો આવો છે શહેનાઝ ગિલનો ડાયેટ જે તેને ફિટ એન્ડ ફાઇન રાખે છે.