કેટરિનાના જીવનમાં થઈ કોઈ બીજાની એન્ટ્રી? પોસ્ટ કરીને આપી માહિતી…

અહં… હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીંયા કેટરિના એટલે કેટરિના કૈફ નહીં પણ પંજાબની કેટરિના કૈફના નામે ઓળખાતી એક્ટ્રેસ શહેનાઝ ગિલ વિશે વાત થઈ રહી છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર શહેનાઝે પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ શેર કર્યા છે. ચાલો તમને આખરી સ્ટોરી જણાવીએ-
વાત જાણે એમ છે કે શહેનાઝ ગિલે મહેનત કરીને આખરે પોતાનું પૂરું કર્યું છે અને તેણે સુંદર મજાની નવી કાર સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતાં શહેનાઝે લખ્યું છે કે મહેનતના ચાર પૈડા… એટલું જ નહીં શહેનાઝે આ માટે વાહેગુરુજીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે સપનાઓથી લઈને ડ્રાઈવવે સુધી. મારી મહેનતના આ ચાર પૈડા. સાચે ખૂબ જ લકી ફીલ કરી રહી છું. વાહેગુરુ તમારો આભાર.
શહેનાઝે શેર કરેલાં પોસ્ટમાં કાર પર નારિયલ વધેરતી અને કાર પર સ્વસ્તિક બનાવતી જોવા મળી રહી છે. તમારી જાણ માટે કે શહેનાઝે હાલમાં જ મર્સિડિઝ જીએલએસ ખરીદી કરી છે અને એની કિંમત એક કરોડ રૂપિયા કરતાં પણ વધારે હોવાનું કહેવાય છે. શહેનાઝે નવી કારના ફોટો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યા છે અને ફેન્સ તેમ જ સેલેબ્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રીયા કપૂરે શહેનાઝને શુભેચ્છા પાઠવી હતી. હાર્દી સંધુએ લખ્યું હતું મુબારકાં.. વરદાન નાયકે લખ્યું હતું કે બધાઈ હો… તું આની હકદાર છે શહેનાઝ. હું દિલથી તમારા માટે ખુશ છું. ફેન્સ પણ પોતાની ફેવરેટ સુપરસ્ટારની આ પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થઈ ઉઠ્યા છે.
શહેનાઝ ગિલ પહેલાં પણ અનેક સ્ટાર્સે લક્ઝરી કાર ખરીદી છે. નવી કાર ખરીદનારા સેલેબ્સમાં અંકિત ગુપ્તા, જ્હોન અબ્રાહમ, એઆર રહેમાન સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.