ઉફ્ફઃ આ હાફ ગુજરાતણ શેફાલી શાહની તસવીરો જોઈ તમે ક્યાંક હોશ ન ખોઈ બેસતા | મુંબઈ સમાચાર
મનોરંજન

ઉફ્ફઃ આ હાફ ગુજરાતણ શેફાલી શાહની તસવીરો જોઈ તમે ક્યાંક હોશ ન ખોઈ બેસતા

પિતા સાઉથ ઈન્ડિયન, પણ માતા ગુજરાતી હોય તો હાફ ગુજરાતણ થઈને. જોકે પરણી છે ગુજરાતી પરિવારમાં એટલે ફૂલ ગુજરાતી કહેવામાં પણ વાંધો નથી. વાત કરીએ છીએ હિન્દી ટીવી અને ફિલ્મજગતની ખૂબ જ ટેલેન્ટેડ એવી અભિનેત્રી શેફાલી શાહની. હા શેફાલીનાં પિતા આરબીઆઈના કર્મચારી સુધાકર શેટ્ટી મેંગલોરિયન હતા જ્યારે તેમનાં માતા શોભા હોમિયોપેથ હતા અને તેઓ ગુજરાતી હતા. શેફાલી આ બન્નેનું એકમાત્ર સંતાન છે. હસરતેં ટીવી સિરિયલથી ખૂબ જ લોકપ્રિય બનેલી શેફાલીનો કરિયર ગ્રાફ સતત ઊંચો જ જતો રહ્યો છે. ટીવી અને ફિલ્મોમાં તેની ભૂમિકાઓ લોકોને ખૂબ ગમતી જ હતી, પરંતુ શેફાલીએ ઓટીટી પર પણ એટલો જ પ્રભાવ છોડ્યો અને દિલ્હી ફાઈલ સિરિઝમાં પોલીસ અધિકારી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકાથી છવાઈ ગઈ. હવે આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિરિઝ લઈને તે આવી રહી છે, પરંતુ તે પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર ધમાકો કર્યો છે.

શેફાલીએ દિવાળી નિમિત્તે પોતાના સુંદર ફોટા શેર કર્યા છે. ગોલ્ડન વર્કવાળી ઓફ્ફ વાઈટ સાડીમાં શેફાલી એકદમ રૂપસુંદરી જેવી લાગે છે. શેફાલીએ ગુજરાતી પલ્લુ નાખ્યો છે. ખુલ્લાવાળા અને ગળામાં હેવી હાર સાથે તે સાદગીમાં પણ સુંદરતા ફેલાવતી દેખાય છે.

shefali

આ પણ વાંચો: ફરી આવી રહ્યા છે મેડમ સરઃ દિલ્હી ફાઈલ્સ-3માં શેફાલીને ટક્કર આપશે આ અભિનેત્રી

શેફાલીએ ફિલ્મસર્જક વિપુલ શાહ સાથે લગ્ન કર્યા છે, આથી તે ગુજરાતી પરિવારની વહુ પણ છે. જોકે શેફાલીએ પોતાની આગવી ઓલખ ઊભી કરી છે. માત્ર એક્ટિંગ જ નહીં, શેફાલી ખૂબ સારી વક્તા પણ છે અને વિવિધ વિષયો પર તે ખૂબ બેબાક બની પોતાના મંતવ્યો આપે છે. હવે સૌ કોઈને તેની સિરિઝનો ઈંતઝાર છે. દિલ્હી ફાઈલ-3માં શેફાલી સાથે હુમા કુરેશી પણ છે. હુમાનું નેગેટીવ પાત્ર છે. શેફાલીને સિરિઝમાં તમે પોલીસની વરદીમાં જ જોશો ત્યારે અત્યારે તેને એકદમ ઈન્ડિયન બ્યુટી તરીકે જોવાનું મિસ ન કરશો.

sleeves shefali

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button