મનોરંજન

Emmy awards 2023: એમી એવોર્ડ્સ 2023ના નોમીનેશન જાહેર: શેફાલી શાહ અને વીર દાસ આ ભારતીયોનો સમાવેશ

મુંબઇ: એમી એવોર્ડ્સ 2023 આ આંતરરાષ્ટ્રીય અને પ્રતિષ્ઠિત પુરસ્કારના નોમીનેશન્સની જાહેર થઇ ગઇ છે. શેફાલી શાહ અને વીર દાસ અને જિમ સર્ભ આ ભારતીયોનો પણ આ યાદીમાં સમાવેશ છે. શેફાલી, વીર અને જિમ આ ત્રણેએ પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલો પર રાજ કર્યુ છે. અને હવે એમી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારના નોમીનેશનમાં પણ તેમનું નામ આવ્યું છે.

એમી પુરસ્કાર 2023 માટે નોમીનેશન જાહેર થયા છે. જે અંતર્ગત 20 દેશના 56 લોકોનું નામ નોમીનેશનમાં છે. શેફાલી શાહને દિલ્હી ક્રાઇમ 2 આ વેબ સિરિઝ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે. શેફાલી સાથે બેસ્ટ એક્ટરેસની રેસમાં ડેનમાર્કની કોની નીલ્સન, યૂકેની બિલી પાઇપર અને મેક્સિકોની કાર્લા સૂજા પણ છે.


જિમ સર્ભનું રોકેટ બોઇઝ 2 આ વેબ સિરીઝ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમીનેશન થયું છે. જિમ સર્ભ સાથે આર્જેન્ટીના ગુસ્તવો બાસાની, યૂકેના માર્ટિન ફ્રીમેન અને જોનાસ કાર્લ્સનું નામ પણ છે.


આ સાથે એક્ટર અને કોમેડીયન વીર દાસનું નેટફ્લીક્સ પર આવનાર વીર દાસ: લેન્ડિંગ આ કોમેડી શો માટે નોમીનેશન થયું છે. વીર દાસ સાથે આ રેસમાં ફ્રાન્સના ફ્લેમ્બ્યુ, આર્જેન્ટીનાના એલ એનકારગાડો અને યુકેના ડેરી ગર્લ્સ સીઝન 3નો સામવેશ કરવામાં આવ્યો છે. એમી એવોર્ડ્સની જાહેરાત બાદ ચાહકો આ કલાકારોને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.


20મી નવેમ્બર 2023ના રોજ એમી પુરસ્કાર 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ન્યુયોર્કમાં આ એવોર્ડ સેરેમની યોજાશે. આ એવોર્ડ્સ માટે એકતા કપુરને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button