શેફાલી જરીવાલાને લઈને તેમના ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ…

કાંટા લગા ફેમ ગર્લ એક્ટ્રેસ શેફાલી જરીવાલાના આકસ્મિક નિધનથી મનોરંજન જગત હચમચી ગયું છે. પરિવારના સભ્યો અને ફેન્સ પણ તેના નિધનથી દુઃખી થઈ ગયા છે. એક્ટ્રેસને અંતિમ વિદાય આપવા મિત્રો અને પરિવારના લોકો પહોંચી રહ્યા છે આ બધા વચ્ચે એક્ટ્રેસના માનેલા ભાઈ અને સોશિયલ મીડિયા સેન્સેશન હિંદુસ્તાની ભાઉ ઉર્ફે વિકાસ ફાટક પણ તેના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેઓ શેફાલાની નિધનથી એકદમ વ્યથિત થઈ ગયા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કહ્યું શેફાલી જરીવાલાના આ માનેલા ભાઈએ-
શેફાલી જરીવાલા દર વર્ષે હિંદુસ્તાની ભાઉને રાખડી બાંધતી હતી, પરંતુ તેના નિધન બાદ હવે આ પરંપરા અહીં જ અટકી જશે. આ વખતે રક્ષા બંધન પર હિંદુસ્તાની ભાઉનો કાંડો ખાલી ખાલી રહી જશે. હિંદુસ્તાની ભાઉ અને શેફાલી વચ્ચે સ્ટ્રોન્ગ કનેક્શન છે અને બંને જણ સાથે મળીને ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતાં હતા. શેફાલી અને વિકાસ બંને જણ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-13માં મળ્યા હતા. ત્યાં જ બંને જણ પહેલાં મિત્રો અને ભાઈ-બહેન બની રહ્યા. શો પૂરો થયા બાદ પણ બંને વચ્ચેનો આ સંબંધ જળવાઈ રહ્યો હતો.
શેફાલીના નિધન બાદ હિંદુસ્તાની ભાઉ તેને છેલ્લી વખત જોવા માટે કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા અને જેવા તેઓ પોતાની કારમાંથી ઉતર્યા કે તરત જ મીડિયાએ તેને ઘેરી લીધા હતા. આ સમયે હિંદુસ્તાની ભાઉએ પોતાની જાતને સંભાળતા જોવા મળ્યા હતા.
હિંદુસ્તાની ભાઉએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મારો અને શેફાલીને સંબંધ ખૂબ જ અલગ હતો. મારા માટે એ મારી દીકરી જેવી હતી, ખૂબ જ ખરાબ થયું હતું. ક્યારેય આવું થશે એવું વિચાર્યું નહોતું. વર્ષમાં ત્રણ ચાર વખત અમારી વાત થતી હતી, રક્ષા બંધન પર, ગણપતિ પર… હવે તો ખાલી નામ રહી ગયું છે ફોનમાં, કોલ નહીં આવે હવે ક્યારેય…
આપણ વાંચો બાળકને દત્તક લેવા પતિની સાથે પરિવારનો સપોર્ટ જરૂરી, કે શેફાલીએ બદલ્યું પોતાનું મન? ઈન્ટરવ્યુ વાઈરલ…
હિંદુસ્તાની ભાઉ સાથે સાથે ટીવી એક્ટ્રેસ આરતી સિંહ પણ કૂપર હોસ્પિટલ પહોંચી હતી શેફાલીના અંતિમ દર્શન કરવા માટે અને આ સમયે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. સુરભિ ચંદના પણ પતિ સાથે હોસ્પિટલની બહાર સ્પોટ થઈ ગઈ હતી. ઈન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ આર્ટિસ્ટ ગુમાવી દીધો અને એની સાથે સાથે એક સારી વ્યક્તિ પણ. તેમના નજીકના લોકો પણ આ વાતને સ્વીકારી નથી શકયા.