આ હતી Shefali Jariwala ની અંતિમ ઈચ્છા, વીડિયો થયો વાઈરલ…

જાણીતી અભિનેત્રી અને કાંટા લગા ફેમ, બિગ બોસ 13નો હિસ્સો રહી ચૂકેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. ફેન્સ પણ એક્ટ્રેસના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ચોંકી ઉઠ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પોતાની છેલ્લી ઈચ્છા વિશે વાત કરી છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
વાઈરલ થઈ રહેલાં વીડિયો શેફાલી જરીવાલા પારસ છાબ્રાના પોડકાસ્ટ પર પહોંચી હતી અને ત્યાં તેણે પોતાની છેલ્લી ઈચ્છા વિશે વાત કરી હતી. આ વીડિયોમાં પારસ શેફાલીને પૂછે છે કે શું તે ક્યારેય કાંટા લગા ગર્લ તરીકે ઓળખાઈને કંટાળી નથી જતી? જેના જવાબમાં શેફાલીએ હસતાં હસતાં કહ્યું હતું કે ના જરાય નહીં.. આખી દુનિયામાં એક જ કાંટા લગા ગર્લ હોઈ શકે છે અને એ હું છું. મને આ રીતે ઓળખાવવાનું ગમે છે છે અને હું મારા મૃત્યુ સુધી આ જ નામે ઓળખાવવાનું પસંદ કરીશ.
શેફાલી જરીવાલાના નિધન બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના પર કમેન્ટ અને લાઈક કરીને વખાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેફાલી ઝરીવાલાનું શુક્રવારે મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. શેફાલી ઝરીવાલાના પતિ પરાગ ત્યાગી તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા એ પહેલાં જ તેનું નિધન થઈ ગયું હતું, એવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
શેફાલીની આ અણધારી વિદાયથી તેમનો પરિવાર ભાંગી પડ્યો છે. દીકરી નિધનના સમાચાર સાંભળીને તેની માતા બેભાન થઈ હતી, જ્યારે પરાગ પણ એકદમ માયુસ થઈ ગયો હતો. ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ પણ આ સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા હતા. મિકા સિંહ, અલી ગોની, દિવ્યાંકા ત્રિપાઠી સહિતના સેલેબ્સ દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શેફાલી જરીવાલાને વીડિયો સોન્ગ કાંટા લગાથી ફેમ મળી હતી અને ત્યાર બાદ તેણે સલમાન ખાન, અક્ષય કુમાર સાથે ફિલ્મ મુઝસે શાદી કરોગેમાં જોવા મળી હતી. આ સિવાય તે રિયાલિટી ટીવી શો બિગ બોસ -13માં અને ત્યાર બાદ નચ બલિયેમાં પણ જોવા મળી હતી.
આપણ વાંચો : અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો