જમાઈ Zaheer Iqbalના પગે લાગતાં જ Shatrughna Sinhaએ આપ્યું આવું રિએક્શન…

હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)ના લગ્નની ચર્ચા ચાલી રહી છે. કદાચ ઈન્ડસ્ટ્રીના હાઈવોલ્ટેજ લગ્નમાં આ લગ્નની ગણતરી કરી શકાય. સોનાક્ષી સિન્હાએ જ્યારથી બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે ત્યારથી દરરોજ સિન્હા પરિવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.”
હવે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે સોનાક્ષીના આ નિર્ણયથી આખો પરિવાર બિલકુલ ખુશ નથી. પરંતુ હવે ગઈકાલની મહેંદી સેરેમનીમાંથી સિન્હા પરિવાર અને શત્રુધ્ન સિન્હા (Sinha Family And Shatrughna Sinha)ની જે તસવીરો સામે આવી રહી છે એ જોતા ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે એવું લાગી રહ્યું છે. આવો જોઈએ શું છે આખી ઘટના…
સસરા શત્રુઘ્ન સિન્હા અને જમાઈ ઝહિર ઈકબાલ (Father In Law Shatrughna Sinha And Daughter In Law Zaheer Iqbal)ની જે કેમેસ્ટ્રી આ ફોટોમાં જોવા મળી રહી છે એ ખૂબ જ સુખદ છે અને આ તસવીરો અત્યાર સુધીના તમામ રિપોર્ટ્સને ખોટા પાડી દીધા છે. ઝહિરે સસરા શત્રુઘ્ન સિન્હાના પગે લાગીને આશિર્વાદ લીધા હતા તો શત્રુઘ્ન સિન્હાએ પણ ઝહિરને ગળે લગાવીને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો હતો.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે શત્રુઘ્ન સિન્હા 20મી મેના દીકરીના થનારા સાસરિયાઓને મળવા પહોંચ્યા હતા એ સમયે તેમની સાથે પત્ની પૂનમ સિન્હા પણ હાજર રહ્યા હતા. આ સમયે સોનાક્ષી સિન્હા પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટના ફોટો પણ આવી રહ્યા છે. રાતના સમયે ઝહિરે પોતાના સાસરિયાઓને છોડવા માટે કાર સુધી બહાર આવ્યો હતો.
આ પણ વાંચો : પોતાના જમાઈને લઈને આ શું બોલી ગયા Shatrughna Sinha? વીડિયો થયો વાઈરલ…
વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં જોવા મળ્યું હતું કે સોનાક્ષીના પિતાની ઝાહિરના ઘરવાળાઓએ ખૂબ જ સારી ખાતરદારી કરી છે. થનારા દુલ્હા અને દુલ્હન પણ એકદમ ખુશ જોવા મળી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હા પણ ઝહિર સાથે વાત કરતો અને પ્રેમથી જોતા જોવા મળ્યા હતા. શત્રુઘ્ન સિન્હાના સ્વાગતમાં ઝહિર ઈકબાલનો આખો પરિવાર ઉભેલો જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી અને ઝહિરના પોતાના ઓડિયો વેડિંગ કાર્ડમાં એ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે બંને જણ એકબીજાને સાત વર્ષથી ડેટ કરી રહ્યા હતા અને હવે બંને જણ પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. જોકે, જોવાની વાત એ છે કે માતા-પિતા સાથે ઝહિરના ઘરે પહોંચેલી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ ફેમિલી સાથે પોઝ આપવાનું ટાળું હતું