મનોરંજન

સોનાક્ષી-ઝાહિરના ટ્રોલર્સને શત્રુઘ્ન સિંહાએ આપી ચેતવણી, કહ્યું….

સોનાક્ષી સિન્હાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સિંહા પરિવારના બધા સભ્યો હાજર હતા, પણ તેન ભાઇ લવ હાજર નહોતો રહ્યો. હવે શત્રુઘ્ન સિન્હાએ પણ તેમની દીકરીના લગ્ન અને તેમના પરિવારને ટ્રોલ કરી રહેલા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

શત્રુઘ્ન સિન્હાએ એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોએ તેમની પુત્રીના લગ્નને લઈને તેમના પરિવાર વિરુદ્ધ બહુજ ખોટું અભિયાન ચલાવ્યું હતું, પણ તેઓ આ બધું સહન કરશે નહીં. તેમણે સોનાક્ષીના લગ્નને કારણે પરિવારમાં ચાલી રહેલા તણાવ વિશે પણ ખુલીને વાત કરી હતી.

શત્રુએ જણાવ્યું હતું કે તેઓ પણ એક સમાન્ય પરિવાર જેવા જ છે, જેમાં લગ્ન થાય છે અને ક્યારેક ખટરાગ પણ થાય છે. પણ લોકો શા માટે તેમના પરિવારને નિશાન બનાવી રહ્યા છે તે તેમની સમજમાં આવી નથી રહ્યું. આ પ્રકારના હિંદુ-મુસ્લિમ મેરેજ આપણા દેશમાં પણ કોમન છે. એ કંઇ બહુ મોટી વાત નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના પરિવારને નુકસાન થશે તો તેઓ સહન નહીં કરે.

આ પણ વાંચો : ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….

થોડા દિવસો પહેલા લવ સિંહાએ એક પોસ્ટમાં સોનાક્ષી સિંહાના લગ્નમાં ન આવવાનું કારણ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું- ‘મેં આમાં ભાગ ન લેવાનું કેમ નક્કી કર્યું? ખોટા આધારો પર મારી સામે ઓનલાઈન ઝુંબેશ ચલાવવાથી એ હકીકત બદલાશે નહીં કે મારો પરિવાર હંમેશા મારા માટે પ્રથમ આવશે.

બીજી એક પોસ્ટમાં લવ સિંહાએ જણાવ્યું હતું કે હું આમાં કેમ સામેલ ન થયો તેના કારણો ખૂબ જ સ્પષ્ટ છે. મને આનંદ છે કે મીડિયાના એક સભ્યએ PR ટીમ દ્વારા રજૂ કરવામાં આવતી કપોળ કલ્પિત વાતો પર વિશ્વાસ કરવાને બદલે તેમનું સંશોધન કર્યું અને હકીકતને બહાર લાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button