મનોરંજન

પેપ્ઝને સપોર્ટ કરતાં શત્રુઘ્ન સિન્હાએ જયા પર સાધ્યો નિશાનો કહ્યું કે તમે… વીડિયો થયો વાઈરલ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહે છે, પરંતુ તેઓ એવોર્ડ ફંક્શન, ઈવેન્ટ્સ કે વિવિધ શોમાં અચૂક હાજરી આપે છે. હંમેશા પોતાના બેબાક અને બિન્ધાસ્ત બોલ માટે જાણીતા શોટગન ઉર્ફે શત્રુઘ્ન સિન્હા ફરી એક વખત પોતાના સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર શત્રુઘ્ન સિન્હાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો આ વીડિયોમાં તેઓ પેપ્ઝને સપોર્ટ કરતાં જોવા મળી રહ્યા છે અને તેમણે જયા બચ્ચન સામે નિશાનો સાધ્યો છે. આવો જોઈએ શું છે આખો મામલો…

આપણ વાચો: શત્રુઘ્ન સિન્હાના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો પૂનમ સિન્હાએ, કહ્યું તારું મોઢું જોયું, ગલીના ગુંડા જેવો લાગે છે…

વાત જાણે એમ છે કે જયા બચ્ચને એક કાર્યક્રમમાં પેપ્ઝ, તેમની લાઈફસ્ટાઈલ અને બેકગ્રાઉન્ડ સામે સવાલો ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે કોણ છે આ લોકો, ક્યાંથી આવે છે, ગંદા શર્ટ-પેન્ટ પહેરીને હાથમાં મોબાઈલ લઈને ફરતાં હોય છે.

પેપ્ઝને લઈને જયા બચ્ચને આપેલા નિવેદનની ચર્ચા થઈ રહી છે ત્યારે શત્રુઘ્ન સિન્હાએ પેપ્ઝના સમર્થનમાં નિવેદન આપતાં પેપ્ઝને જણાવ્યું છે કે તમે સારી પેન્ટ પહેરી છે, તમે સારો શર્ટ પહેર્યો છે…

દિગ્ગજ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિન્હાએ આ વિવાદ પર ટિપ્પણી કરતાં પેપ્ઝને સપોર્ટ કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તમે લોકો પેન્ટ પણ સારી પહેરો છો અને શર્ટ પણ સારો પહેરો છો.

આપણ વાચો: સોનાક્ષીના વિવાદ મુદ્દે હવે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું, કહ્યું કે…

તમે લોકો ખૂબ જ સારા છો. વાઈરલ વીડિયો જોવા મળે છે કે પેપ્ઝ શોટગનની આ ટિપ્પણી સાંભળીને એકદમ હસી પડે છે અને ખુશ થઈ જાય છે. આખો માહોલ એકદમ હળવો થઈ જાય છે.

પેપ્ઝે એક્ટરના આ સ્વીટ ગેસ્ચર માટે તેમનો દિલથી આભાર માન્યો હતો. આ ઈવેન્ટમાં શત્રુઘ્ન સાથે પુનમ પણ હજાર રહ્યા હતા. પુનમે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ખૂબ જ સ્પેશિયલ છે અને મને લાગી રહ્યું છે કે અમારું નવું વર્ષ આજે જ છે. આટલી બધી ખુશીઓ છે. શત્રુઘ્ન સિન્હાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેપ્ઝ પર કરેલી જયા બચ્ચનની ટિપ્પણીની ટીકા થઈ રહી છે. પેપ્ઝના બેકગ્રાઉન્ડ અને એજ્યુકેશન પર તેમણે સવાલ ઉપસ્થિત કર્યો હતો, જેને કારણે પેપ્ઝ પણ તેમનાથી ખાસ્સા નારાજ છે અને બચ્ચન પરિવારનો બોયકોટ કરવાની વાતો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં શત્રુઘ્ન સિન્હાનું આ સ્ટેટમેન્ટ ખાસ્સુ ચર્ચામાં છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button