શનાયા કપૂરના કિલર લૂકે ઘાયલ કરી નાખ્યા લાખો ચાહકોને

મુંબઈ: પોતાના ફેવરીટ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોસ મૂકે તો ફેન્સના દિલ તો ગાર્ડન ગાર્ડન થઇ જ જાય. આવું જ કંઇક થયું છે શનાયા કપૂરના ફેન્સ સાથે. શનાયા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેની તસવીરો શેર કરી હતી અને એ તસવીરોમાં તે બેહદ ખૂબસૂરત દેખાઇ રહી છે.

તસવીરોમાં તેની દિલફેંક અદાઓથી તેણે પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. તસવીરોમાં તે વિવિધ ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરીને પોઝ આપતી દેખાય છે.

તસવીરોમાં તેની કાતિલ અદાઓથી તેણે લાખો ફેન્સને પોતાના કાયલ બનાવી દીધા હતા અને ગણતરીની સેકન્ડ્સમાં જ તેના ઉપર હજારો લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો.

શનાયાએ બોલિવૂડ ડેબ્યુ કરતાં પહેલા જ પોતાનો લાખો લોકોનો ચાહક વર્ગ ઊભો કર્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તે બહોળી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે, જેમણે તેની તસવીરો ઉપર ખૂબ પ્રેમ દાખવ્યો હતો.

શનાયા પોતે પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહેતી હોય છે અને પોતાની લાઇફ અપડેટ્સની સાથે સાથે લેટેસ્ટ તસવીરો પણ પોતાના ફેન્સની સાથે શેર કરતી હોય છે.