Shahrukh@60: માત્ર ભારતના નહીં વિદેશના ફેન્સ પર મુંબઈ આવ્યા છે કિંગ ખાનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા…

ફિલ્મો દ્વારા મનોરંજન પિરસનારા અભિનેતા તેમના ફેન્સ માટે ઘરના સભ્ય કરતા પણ વિશેષ હોય છે. ઓક્ટોબર મહિનામાં 83 વર્ષીય અમિતાભ બચ્ચનના ઘર બહાર જેવો માહોલ જામે છે, તેવો જ માહોલ આવતીકાલે શાહરૂખ ખાનના ઘર બહાર જામશે. એસઆરકેનો આ બર્થ ડે ખાસ છે. અભિનેતા 60માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સામાન્ય માણસ રિટાયર્ડ થાય, પરંતુ શાહરૂખ હજુ પણ કિંગ ઓફ રોમાન્સ જ છે. 90-2000માં યુવાનીયાઓને રોમાન્સ કરતા શિખવાડનાર એસઆરકેના જન્મદિવસે ફેન્સ પણ તૈયારીમાં પડ્યા છે.
પેરુથી આવ્યા છે શાહરૂખના ફેન
ભારતમાં તો એસઆરકે ફેવરીટ છે, પરંતુ શાહરૂખના ફેન્સ દેશની સીમાઓ ઓળંગી વિદેશોમાં પણ છે. આવી જ તેની બે ફિમેલ ફેન પેરુથી સ્ટારના બર્થ ડે સેલિબ્રેશન માટે આવી છે. ક્લાઉડિયા અને મેનીગ્રેટ નામની આ ફેન કભી હા કભી ના, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, કરણ અર્જુન વગેરે ફિલ્મો જોઈ ચૂકી છે. ક્લાઉડિયા કહે છે કે હું પહેલીવાર મારા હસબન્ડ સાથે શાહરૂખની ફિલ્મ જોવા ગઈ હતી અને તેના પ્રેમમાં પડી ગઈ. ત્યારબાદ તેની ડીવીડી લઈ બધી ફિલ્મો જોઈ નાખી. મારા આખા ઘરમાં તેના પોસ્ટર છે, તેમ પણ તેમે કહ્યું હતું. એસઆરકે માટે તેનો એટલો પ્રેમ છે કે તેમણે પેરુમાં પોતાના ઘરનું નામ મન્નત રાખ્યું છે.
શાહરૂખ ખાનના કેટલાય ફેન ક્લબમાંથી સૌથી મોટા બે છે એક તો SRK Universe અને Team Shah Rukh Khan. SRK Universeના 613K એક્સ પર ફોલોઅર્સ છે જ્યારે 147K ફોલોઅર્સ ઈન્સ્ટા પર છે. આ ક્લબના સંચાલકો એસઆરકે વીક ઉજવી રહ્યા છે અને ચેરિટીના અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે.

મન્નતની બહાર ધૂમ
ચેન્નઈ ફેન ક્લબ મુંબઈમાં એસઆરકેના ઘર બહાર તેમને ખાસ સરપ્રાઈઝ આપવા આવી રહ્યું છે. જોકે આ વર્ષે શાહરૂખ ખાનનુ ઘર મન્નત રિનોવેશનમાં ગયું છે. આથી તે પરિવાર સાથે અન્ય એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો છે. દર વર્ષે જન્મદિવસના દિવસે તે મન્નતની બાલ્કનીમાં આવી ફેન્સનું અભિવાદન ઝીલે છે. આ વખતે તે કઈ રીતે મળશે તે સવાલ છે. જોકે ફેન્સનો જોશ આનાથી ઓછો નથી, થયો અને આજ રાતથી તેના બર્થ ડેનું સેલિબ્રેશન થઈ જશે.
દિલ્હીના સામાન્ય પરિવારમાં જન્મેલો શાહરૂખ ટીવી સિરિયલ ફૌજીથી અભિનયની દુનિયામાં આવ્યો અને 1992માં દિવાના ફિલ્મથી ફિલ્મજગતમાં પ્રવેશ્યો. એક પછી એક સુપરહીટ ફિલ્મો આપનારો એસઆરકે પોતાના જોરે બોલીવૂડનો બાદશાહ બન્યો છે. તાજેતરમાં તેને ફિલ્મ જવાન માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. અભિનેતા 60ની ઉંમરે પણ લીડ રોલ કરે છે. અબજોની સંપત્તિ ધરાવે છે અને તેનું ફેન ફોલોઈંગ દુનિયાના ઘણા સ્ટાર્સને ઈર્ષા કરાવે તેવું છે.
આ પણ વાંચો…60મા જન્મદિવસ પર શાહરૂખે ચાહકોને આપી મોટી ભેટ, 7 આઇકોનિક ફિલ્મો ફરી સિનેમાઘરોમાં…



