શાહરૂખ ખાન સૌથી ધનિક ઈન્ડિયન એક્ટર, જાણો બીજા નંબરે કઈ હીરોઈન છે | મુંબઈ સમાચાર
મનોરંજન

શાહરૂખ ખાન સૌથી ધનિક ઈન્ડિયન એક્ટર, જાણો બીજા નંબરે કઈ હીરોઈન છે

બોલીવૂડનો બાદશાહ ખરા અર્થમાં બાદશાહ સાબિત થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ ફિલ્મ જવાન માટે શાહરૂખ ખાનને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે બોલીવૂડ સ્ટાર હવે બિલિયોનરની યાદીમાં આવી ગયો છે અને હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની અબજોપતિની યાદીમાં તેનું નામ જોડાઈ ગયું છે.

હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ 2025ની જાહેર થયેલી યાદીમાં 59 અભિનેતા અને બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખની સંપત્તિ 12,490 કરોડ છે. બોલીવૂડના સૌથી ધનાઢ્ય અભિનેતા તરીકે એસઆરકે ઊભરી આવ્યો છે.

Hurun India Rich List 2025માં બીજા નંબરે જે હીરોઈન છે, તે એસઆરકે સાથે ઘણી ફિલ્મો કરી ચૂકી છે અને શાહરૂખની આઈપીએલ ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સની પાર્ટનર પણ રહી ચૂકી છે. યસ બોસ, રાજૂ બન ગયા જેન્ટલમેન જેવી ફિલ્મો સાથે કરનારી અભિનેત્રી જુહી ચાવલા બીજા નંબરે છે એટલે કે બોલીવૂડ હીરોઈનોમાં પહેલા નંબરે છે. જુહીની નેટવર્થ રૂ.7,790 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. જોકે જુહીનાં પતિ જય મહેતા બહુ મોટા ઉદ્યોગપતિ હોવાથી જૂહીની સંપત્તિ આટલી વધારે હોય શકે.


ત્રીજા નંબરે બોલીવૂડ સ્ટાર રીતિક રોશન છે. તેની કૂલ સંપત્તિ રૂ. 2,160 કરોડ હોવાનું બહાર આવ્યું છે. રીતિકની HRX ફીટનેસ અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડથી તેને ઘણો લાભ થયો છે. તેના પછી ફિલ્મસર્જક કરણ જોહરનો નંબર આવે છે. કરણ રૂ. 1,880 કરોડનો માલિક છે. વાત કરીએ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની, તો તેમની સંપત્તિ રૂ. 1,630 કરોડ આંકવામાં આવી છે.

શાહરૂખ અને બચ્ચનની વાત કરીએ તો તેમણે તેમનું ફિલ્મ કરિયર શરૂ કર્યું તે પહેલા ઘણું જ સ્ટ્રગલ કર્યું છે. શાહરૂખની પહેલી કમાણી રૂ. 50 હતી. ગઝલગાયક પંકજ ઉધાસના કાર્યક્રમમાં ખુરશીઓ ગોઠવવા માટે અભિનેતાને રૂ. 50 મળ્યા હતા. જ્યારે બચ્ચને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે અને ત્યારબાદ આકાશવાણી વગેરેમાં કામ કર્યું હતું. શરૂઆતમાં સાવ જ નાના રોલથી બચ્ચન ફિલ્મજગતમાં આવ્યા હતા. જ્યારે શાહરૂખે એક્ટિંગ કરિયર ટીવી સિરિયલથી શરૂ કરી હતી.

આ પણ વાંચો…IMDb રેટિંગમાં બાપ કરતા બેટો આગળ નીકળી ગયોઃ જૂઓ શાહરૂખ ખાન ક્યા નંબર પર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button