મનોરંજન

શાહરૂખ ખાને એક, બે નહીં ત્રણ વાર લગ્ન કર્યા છે, સચ્ચાઇ જાણીને….

બોલિવૂડમાં કિંગ ખાનના નામે જાણીતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. કિંગ ખાને પોતાના કરિયરમાં ઘણી રોમેન્ટિક ફિલ્મો આપી છે. આ કારણે તેને રોમાંસનો રાજા કહેવામાં આવે છે. જોકે, શાહરૂખ ખાનને રોમાન્ટિક ફિલ્મો કરવી નથી ગમતી, પણ રિયલ લાઈફમાં તે ખૂબ જ રોમેન્ટિક છે.
શાહરૂખ-ગૌરીની લવ સ્ટોરી તો બધા જ જાણે છે.

શાહરૂખ ખાને 25 ઓક્ટોબર 1991ના રોજ તેની લેડી લવ ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ શું તમે જાણો છો કે કિંગ ખાને ત્રણ વાર લગ્ન કર્યા છે. કદાચ નહીં જાણતા હો, તો આજે જાણી લો કે કિંગ ખાને ત્રણ વાર લગ્ન કર્યા છે અને ત્રણે વાર તેની પત્ની ગૌરી જ હતી.

ટૂંક સમય પહેલા નિર્માતા વિવેક વાસવાનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ સાથે તેમણે ઘણી એવી વાતો જણાવી હતી જેના વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઇશું. વિવેક વાસવાની કિંગ ખાનના નજીકના મિત્રોમાંથી એક છે અને તેણે શાહરૂખ ખાનના લગ્નમાં પણ હાજરી આપી હતી.

વિવેક વાસવાનીએ શાહરૂખ ખાનના લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘જ્યારે શાહરૂખના લગ્ન થયા ત્યારે તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો. લગ્ન પછી અમે ગૌરીને દાર્જિલિંગ લઈ ગયા હતા કારણ કે અમારે રાજુ બન ગયા જેન્ટલમેનનું ટાઈટલ સોંગ શૂટ કરવાનું હતું. શૂટ બાદ જ્યારે તેઓ મુંબઈ પાછા ફર્યા ત્યારે તેઓ મારા ઘરે તો રહી શકે તેમ નહોતા. તેથી મેં તેમને 5 સ્ટાર હોટેલ સન એન સેન્ડમાં પાંચ દિવસનો સ્ટે લગ્નની ભેટ તરીકે આપ્યો.

ત્યાર બાદ તેઓ અઝીઝના ઘરે ગયા.
જ્યારે વિવેકને શાહરૂખના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘શાહરુખના લગ્ન ઘણા જ શાનદાર રહ્યા હતા, અમે ખૂબ જ એન્જોય કર્યું હતું અને બધાને ખૂબ જ મજા આવી હતી. શાહરૂખ-ગૌરીએ એક જ દિવસે રજિસ્ટર્ડ મેરેજ કર્યા અને ત્યાર બાદ હિંદુ અને મુસ્લિમ રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. આમ એક જ દિવસમાં કપલે ત્રણ મેરેજ કર્યા હતા.

Also Read – Shahrukh Khanના Birthday Partyના ફોટો થયા વાઈરલ, ના જોયા હોય તો જોઈ લેજો…

વિવેકે એમ પણ જણાવ્યું હતું કે તેની અને ગૌરીની બહુ વાતચીત નથી થઇ, પણ તે ઘણી જ સારી છે.તે હંમેશા ધા સાથએ સારી રીતે હળીભળી જાય છે. વિવેકે શાહરૂખને સંઘર્ષના દિવસોમાં ઘણી મદદ કરી હતી. જોકે, વિવેકે એમ પણ જણાવ્યું હતું કે કિંગ ખાનની સફળતા પાછળ તે કારણભૂત નથી. પોતાની સખત મહેનત, લગન અને ઇમાનદારીથી શાહરૂખ સફળતાની સીડીઓ ચઢ્યો છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્નને 32 વર્ષ થઈ ગયા છે, છતાં આજે પણ આ જોડી અકબંધ છે. ફિલ્મી દુનિયાનો રંગ તેને લાગ્યો નથી. જોકે, તેમના જીવનમાં પણ સામાન્ય લોકોની જેમ ઘણા ઉતારચઢાવ તો આવ્યા જ છે, પણ કપલે તેને મેચ્યોરિટીથી હેન્ડલ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker