મનોરંજન

આ કારણે શાહરૂખ ખાને જન્મદિવસે માગી ફેન્સની માફી, ફેન્સ વિલા મોઢે પાછા ફર્યા

અભિનેતા શાહરૂખ ખાનનો આજે 60મો જન્મદિવસ છે. 2જી નવેમ્બરે દિલ્હીમાં જન્મેલા શાહરૂખે બોલીવૂડનો બાદશાહ બનવા માટે લાંબી સફર ખેડી છે અને તેનો ફળ સ્વરૂપે કરોડો લોકોનો પ્રેમ તેનો મળ્યો છે. આજે તે 60 વર્ષનો થયો ત્યારે દેશભરમાંથી અને વિદેશમાંથી પણ તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે મુંબઈ આવ્યા હતા, પરંતુ તેમના કમનસીબે તેમણે પરત જવું પડ્યું હતું. દર વર્ષની જેમ શાહરૂખ તેના ફેન્સને મળી શક્યો ન હતો કે તેનું અભિવાદન ઝીલી શક્યો ન હતો.
આનું કારણ એ હતું કે કિંગ ખાન મળવા તો આવ્યા હતા, પરંતુ પોલીસે તેમને પરવાનગી આપી નહીં. શાહરૂખના ઘર બહાર ભારે ભીડ જામી હતી. તેના ફેન્સએ રસ્તો બ્લોક કરી ધમાલ મચાવી હતી, આથી પોલીસે તેમને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

શાહરૂખે અગાઉ જાહેરાત કરી હતી કે તે મન્નત ખાતે ફેન્સને બપોરે ચાર વાગ્યે મળશે. એસઆરકેના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે. એસઆરકેએ કહ્યું હતું કે હું હાર્ડ હેટ પહેરીને પણ તમને મળવા આવીશ, પરંતુ ત્યારબાદ તેણે ફેન્સની માફી માગવી પડી હતી. ખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને જણાવ્યું હતું કે હું તમને નહીં મળી શકું કારણ કે ઓથોરિટીએ મને પરવાનગી નથી આપી. ખાને પહેલેથી પરવાનગી ન લીધી હોવાનું પણ કહેવાય છે.
ફેન્સે બહુ લાંબો સમય રાહ જોયા બાદ વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button