અભિનેતા શાહરૂખ ખાનની કોલેજની માર્કશીટ થઈ વાઈરલ, માર્ક્સ જોઈને તમે પણ કહેશો કે…

બોલીવૂડના કિંગ શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પણ દેશભરમાં છે, પરંતુ શું તમને ખબર છે કે આજે બધા ભલે શાહરૂખને ઓળખતા હોય પણ એક સમય એવો હતો કે જ્યારે એસઆરકે એક નોર્મલ કોલેજ સ્ટુડન્ટ હતો? શાહરૂખને પણ તમે અનેક વખત એવું કહેતાં સાંભળ્યો હશે કે તે સ્કુલ ડેઝમાં બ્રાઈટ સ્ટુડન્ટ હતો.
અભ્યાસમાં તેને ખાસ રસ હતો અને હવે આ વાતની સાબિતી પણ મળી ગઈ છે. સોશિયલ મીડિયા પર કિંગ ખાનની માર્કશીટ વાઈરલ થઈ રહી છે અને તેમાં તેનું એકેડેમિક પર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ચાલો જોઈએ શું છે ખાસ શાહરૂખની માર્કશીટમાં…
આપણ વાચો: દુબઈમાં બનશે શાહરૂખ ખાનના નામનો ટાવર: ખુશ થયેલા અભિનેતાએ કહી મોટી વાત
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી માર્કશીટ શાહરૂખ ખાનના કોલેજના દિવસોની છે. આ માર્કશીટ 1985-88ની હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ માર્કશીટમાં જોવા મળે છે કે શાહરૂખ ખાન પોતાના એક ઈલેક્ટિવ સબ્જેક્ટ અર્થશાસ્ત્રમાં 92 ગુણ મેળવ્યા હતા, જ્યારે અંગ્રેજીમાં 51 અને ફિઝિક્સમાં 78 માર્ક્સ મળ્યા હતા. આ માર્ક્સ જોતાં જ ખ્યાલ આવે છે કે શાહરૂખ ખાન એક અવ્વલ સ્ટુડન્ટ હતો.
શાહરૂખ ખાન બાળપણથી જ એક ફોક્સ્ડ ચાઈલ્ડ રહ્યો છે. તે જે પણ કામ કરે છે તે પૂરા ધ્યાનથી કરે છે અને તેણે પોતાના દરેક કામને ગંભીરતાથી લઈને સારી રીતે પૂરું કર્યું છે.
આપણ વાચો: આ કારણે શાહરૂખ ખાને જન્મદિવસે માગી ફેન્સની માફી, ફેન્સ વિલા મોઢે પાછા ફર્યા
કિંગખાને હંસરાજ કોલેજમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી પૂરી કરીને તેણે જામિયા મિલિયા ઈસ્લામિયામાં અભ્યાસ કર્યો. પરંકુ થિયેટર અને ટીવીમાં વધતા રસને કારેમ અભ્યાસ છુટી ગયો અને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો.
શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 2023માં પઠાન, જવાન અને ડંકીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાના દીકરા આર્યન ખાનની પહેલી સીરિઝ ધ બેડ્સ ઓફ બોલીવૂડમાં કેમિયો કર્યો હતો અને ધ રોશન્સમાં પણ જોવા મળ્યો હતો. હાલમં કિંગ ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પદુકોણ પણ જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શાહરૂખ ખાને પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો, અને દર વર્ષની જેમ ફેન્સ તેના બંગલા મન્નતની બહાર તેની એક ઝલક જોવા માટે ભીડ કરી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર શાહરૂખ ખાન આ વર્ષે તેના ફેન્સને મળી શક્યો નહોતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે આ માટે ફેન્સની માફી માંગી હતી.



