બોલો Shahrukh Khanએ આપી રાજકારણીઓને આવી સલાહ? Video થયો વાઈરલ…

ત્રણ દાયકા કરતાં પણ લાંબા સમયથી બોલીવૂડ પર તેમ જ રોમેન્સ કિંગ બનીને કરોડો ફેન્સના દિલ પર રાજ કરનારા બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન (Bollywood‘s Romance King Shahrukh Khan)એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Congress’s Senior Leader Rahul Gandhi)ના કહેવા પર રાજકારણીઓને એવી સલાહ આપી હતી કે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. જોકે, તમારી જાણ માટે કે શાહરુખ ખાનનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો જૂનો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શાહરૂખ ખાનનો ચાર્મ તો દેખાઈ રહ્યો છે પણ એની સાથે સાથે જ રાજકીય વિચારોને લઈને તેમની ઈમાનદારીની પણ એક ઝલક જોવા મળી રહી છે. આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિગ્ગજ રાજકારણીઓની હાજરી વચ્ચે રાહુલ ગાંધીએ શાહરુખ ખાનને પૂછ્યું હતું કે નેતાઓ માટે, રાજકારણીઓ માટે તમે શું સલાહ આપો છો? આ સવાલનો શાહરુખ ખાને ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો. આવો જોઈએ શું કહ્યું કિંગ ખાને…
રાહુલ ગાંધીનો આ સવાલ સાંભળીને શાહરુખ પહેલાં તો થોડો ગભરાઈ જાય છે, પછી હસી પડે છે અને પછી જવાબ આપતા કહે છે કે તમે આ સવાલ કોને પૂછ્યો છે? પોતાના પ્રોફેશન અને રાજકીય દુનિયા વચ્ચે એક રમુજી સરખામણી કરતાં કહ્યું હતું કે જુઓ મારું કામ જ ખોટું બોલવાનું છે અને લોકોને છેતરવાનું છે. હું માત્ર દેખાડો કરું છું, હું એક એક્ટર છું. આ સાંભળીને ત્યાં હજાર તમામ લોકો હસી પડે છે અને તાળીઓ પાડે છે.
આ પણ વાંચો : Exit poll: અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને કેએલ શર્મા વચ્ચે કાંટાની ટક્કર? વાયનાડમાં રાહુલ ગાંધીનો દબદબો
જોકે, શાહરૂખ ખાન (Shahrukh Khan)એ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે મને લાગે છે ઈમાનદારીથી કામ કરવું અને પોતાના દેશ પર ગર્વ હોવો જોઈએ. દેશને પ્રેમ કરો, અંડર ધ ટેબલ પૈસા લેવાનું બંધ કરવું જોઈએ. જો આપણે સરખી રીતે કામ કરીશું તો આપણે બધા જ પૈસા કમાવી શકીશું. આપણે બધા ખુશ રહી શકીશું અને એક મહાન રાષ્ટ્ર બનાવી શકીશું. બસ, મારી તમામ રાજકારીઓને એક જ સલાહ છે કે બની શકે એટલું ઈમાનદાર રહો.