મનોરંજન

શાહિદ કપૂર આ માઇથોલોજીકલ ફિલ્મમાં કામ કરશે…

મુંબઈ: શાહિદ કપૂરને અત્યાર સુધીમાં ચોકલેટી બોયના રોલ વધારે પ્લે કર્યા છે ત્યારે તેને છેલ્લે કબીર સિંહ કરીને એ સાબિત કરી દીધું હતું કે તે કોઇપણ પ્રકારના રોલ કરવા માટે સક્ષમ છે. ત્યારે હવે શાહિદ એકદમ જ જુદા પ્રકારના રોલમાં જોવા મળશે. હું વાત કરી રહી છું અશ્વથામા ફિલ્મની….આ ફિલ્મમાં શાહિદ કપૂર એવા રોલમાં જોવા મળશે જેમાં તમે તેને અત્યાર સુધી જોયો કોઇએ જોયો નથી. આ એક પૌરાણિક ફિલ્મ છે.

આ પૌરાણિક ફિલ્મમાં શાહિદ કપૂર લીડ રોલમાં એટલે કે ‘અશ્વત્થામા’ની ભૂમિકામાં જોવા મળશે. આ રોલ માટે અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણે ઓફર સ્વીકારી લીધી હતી. જો કે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો કે ફિલ્મની સ્ક્રિપ્ટની સ્ટોરી ફાઈનલ થઈ ગઈ છે. તેમજ તેનું શૂટિંગ આવતા વર્ષે ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા છે. આ ફિલ્મને વાશુ ભગનાની અને જેકી ભગનાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મને વિઝ્યુઅલી આકર્ષક બનાવવા માટે VFX પર પણ ઘણું કામ કરવામાં આવશે. શાહિદ કપૂર આ ફિલ્મ માટે સખત વર્કઆઉટ કરી રહ્યો છે. જેથી કરીને અશ્વથામાના રોલ માટે પોતાને તૈયાર કરી શકે.

શાહિદ કપૂર છેલ્લે ઓટીટી પર આવેલી ફિલ્મ બ્લડી ડેડીમાં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે અભિનેત્રી ડાયના હતી. આ ઉપરાંત શાહિદે વેબ સિરીઝ ફર્ઝીમાં કામ કર્યું હતું જેમાં તેના રોલની પ્રશંસા કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button