શાહીદ કપૂર ડાન્સ કરતા કરતા અચાનક પડી ગયો ને…

ગોવામાં ચાલી રહેલા 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામા ઑપનિંગ સેરેમની દરમિયાન અભિનેતા શાહીદ કપૂર સ્ટેજ પર પડી ગયો હતો. તે સ્ટેજ પર ડાન્સ પરફોર્મ કરી રહ્યો હતો અને અચાનક પડી ગયો હતો. તેના સાથી ડાન્સર તેને ઉભો કરવા આવે તે પહેલા તે જાતે જ ઊભો થઈ ગયો અને ફરીથી ડાન્સ કરી પર્ફોમન્સ પૂરું કર્યું હતું. જોકે પૂરું થયા બાદ તે હસવા માંડયો હતો અને તેણે ફેન્સને ફ્લાઈંગ કિસ પણ આપી હતી તેમ જ પોતે જ્યાં પડ્યો તે જગ્યાએ ગયો હતો. શાહીદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આખા પર્ફોમન્સ દરમિયાન ફેન્સ તેને ચિયર કરતા જોવા મળ્યા હતા.
શરૂઆતમાં શહીદે બાઈક રાઈડ કરી સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. તેણે તેના લોકપ્રિય ડાન્સ નંબર પર પરફોર્મ કર્યું હતું અને બ્લેક આઉટફીટ્સ અને ગોગલ્સ સાથે તે સ્ટનિંગ લાગતો હતો. તે પહેલા તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અહીં ડાન્સ કરવો ગમશે અને ગોવા તેને ગમતું સ્થળ છે. શાહીદની આગામી ફિલ્મ દેવા છે, જે ઓક્ટોબર-2024માં રીલિઝ થશે.
શાહીદ ઉપરાંત માધુરી દિક્ષિત પણ આ ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું છે.