શાહિદની દીકરીને જોઈને ચાહકોએ કહ્યું માતાની કોપી…
નવી દિલ્હીઃ શાહિદ કપૂર ઘણી વાર પત્ની મીરા રાજપૂત સાથે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો જોવા મળે છે. શાહિદ તેના બાળકો સાથે સમય પસાર કરવાની પણ કોઈ તક છોડતો નથી. તાજેતરમાં મીરા રાજપૂત પુત્રી મીશા સાથે એક સલૂનની બહાર જોવા મળી હતી.
આ પણ વાંચો : દુનિયાનો સૌથી મોંઘો હાર પહેરીને બી-ટાઉનની આ એક્ટ્રેસે ઉડાવ્યા લોકોના હોંશ, પતિની આંખો પણ…
વીડિયોમાં મીરા રાજપૂત તેની પુત્રી મીશાને સીડીઓ ચઢવામાં મદદ કરતી જોવા મળે છે. ચાહકો મીશાના ચહેરા પર તેની માતાની ઝલક જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
શાહિદ કપૂરની દીકરી મીશા ક્યૂટ પિંક પ્રિન્ટેડ લેગિંગ્સ અને ટોપમાં જોવા મળી રહી છે, તેણે ડેનિમ જેકેટ પહેર્યું છે સાથે ગુલાબી રંગનું બેકપેક કેરી કર્યું હતું. આ વીડિયો જોયા બાદ ચાહકોએ પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે લખ્યું હતું કે મા-દીકરીની સુંદર જોડી તો બીજા યુઝરે લખ્યું હતું કે મીશા માતા પર ગઈ છે. ઘણા ચાહકોએ હાર્ટની ઇમોજી સાથે ટિપ્પણીઓ કરી હતી. અગાઉ, મીરા રાજપૂતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મિત્રો સાથે બોર્ડ ગેમ રમતી તેની આઠ વર્ષની પુત્રી મીરાની ઝલક ગણાવી હતી.
આ પણ વાંચો : ગળામાં નહીં હાથમાં મંગળસૂત્ર પહેરી સ્ટાઇલ દર્શાવી અંબાણી પુત્રવધુએ…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મીરા રાજપૂત તેની માતા તરીકેની જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત છે ત્યારે શાહિદ તેના નવા પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે. તે સાજિદ નડિયાદવાલા અને વિશાલ ભારદ્વાજની અર્જુન ઉસ્તરામાં તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે.