મનોરંજન

આ દિવસે એક્શન ફિલ્મમાં ધૂમ મચાવવા આવશે શાહિદ કપૂર

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર છેલ્લે તેરી બાતોંમેં એસે ઉલ્ઝા જિયામાં જોવા મળ્યો હતો.તેની સાથે કિર્તી સેનોન અભિનેત્રી હતી. રોબોટ સાથે પ્રેમ જેવા યુનિક પ્લોટ પર બનેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ઠીક ઠીક ચાલી હતી. હવે ફરી એક વાર શાહિદ કપૂર તદ્દન નવા અવતારમાં મોટા પડદે ધૂમ મચાવવા આવી રહ્યો છે.
શાહિદ કપૂર ‘દેવા’ સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. ‘દેવા’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ઝી સ્ટુડિયો અને રોય કપૂર ફિલ્મ્સ એક્શન થ્રિલર ‘દેવા’નું નિર્માણ કરી રહ્યા છે.

આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ મેકર્સે શાહિદનો ફર્સ્ટ લૂક પણ જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા ફોટામાં શાહિદ કપૂર બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં પિસ્તોલ છે. તે કોઇ એવા સ્થળે છે જ્યાં ફાયરિંગ થઇ રહ્યું છે.

દેવાનું દિગ્દર્શન જાણીતા મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝ દ્વારા કરવામાં આવ્યું છે અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા નિર્મિત છે. દેવા એક થ્રિલર, ડ્રામા અને એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મ તમને રોલર કોસ્ટર રાઇડ પર લઇ જશે. શાહિદ કપૂર આ ફિલ્મમાં તેજસ્વી અને બળવાખોર પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, જ્યારે પૂજા હેગડે એક પત્રકારની ભૂમિકા નિભાવે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ વેબ સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યો હતો. લોકોને પણ આ સીરીઝ ઘણી પસંદ આવી છે અને હવે ચાહકો તેની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. શાહિદ હાલમાં તેની પત્ની સાથે ધ ગ્રેટ અંબાણી વેડિંગ ફંક્શનમાં પણ જોવા મલ્યો હતો. હાલમાં શાહિદ તેના પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. તેની પત્ની મીરા કપૂરે ઉનાળાની રજાઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button