પ્રેમમાં બે વખત ચીટિંગના દર્દમાંથી પસાર થવા પર Shahid Kapoorએ કહી આવી વાત…

બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની ગણતરી ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોય તરીકે કરવામાં આવી છે અને આ ચોકલેટી બોય હાલમાં તો પત્ની મીરા અને દીકરી સાથે સરસમજાની ફેમિલી લાઈફ એન્જોય કરી રહ્યો છે. પરંતુ આ ચોકલેટી બોયે હાલમાં જ કબૂલાત કરી હતી પ્રેમમાં એની સાથે ચીટિંગ થઈ ચૂકી છે અને તે આ દુઃખમાંથી પસાર થઈ ચૂક્યો છે.
વાત જાણે એમ છે કે હાલમાં જ શાહિદ કપૂર નેહા ધૂપિયાના ટોક શોમાં સામેલ થયો હતો અને આ સમયે તેની સાથે તેની પત્ની મીરા રાજપૂત પણ હાજર જ હતી. શાહિદના જીવનમાં મીરા એન્ટ્રી થઈ એ પહેલાંથી જ તેના જીવનમાં અનેક ગર્લફ્રેન્ડ્સ રહી ચૂકી છે. એવામાં નેહાએ શાહિદને પૂછ્યું કે શું કોઈએ તેને ચીટ કર્યું છે? નેહાના આ સવાલને વચ્ચેથી જ અટકાવી દેતાં કહ્યું કે આપણે એ પૂછવું જોઈએ કે કેટલી ગર્લફ્રેન્ડે ધોખો આપ્યો છે?
મીરાનો આ સવાલ સાંભળીને પહેલાં તો શાહિદ હસી પડ્યો હતો અને કહ્યું હતું કે મને બે ગર્લફ્રેન્ડ ચીટ કરી ચૂકી છે અને બંને એક્ટ્રેસ હતી. આગળ શાહિદે કહ્યું હતું કે હું એકને લઈને તો એકદમ શ્યોર છું, પણ બીજીને લઈને મને થોડી શંકા છે. પરંતુ હું બંનેમાંથી કોઈનું પણ નામ નથી લેવા માંગતો.
શાહિદનો આ જવાબ સાંભળીને નેહાએ તેને પૂછ્યું કે શું આ એ જ બંને ફેમસ એક્ટ્રેસ છે કે જેને તું ડેટ કરી રહ્યો હતો? નેહાના આ સવાલનો જવાબ આપવાને બદલે શાહિદ ચૂપ જ રહે છે. શાહિદના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને નામ શોધવા માટે લોકો ગૂગલની મદદ લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મીરા સાથેના લગ્ન પહેલાં શાહિદ કપૂરનું નામ કરિના કપૂર, પ્રિયંકા ચોપ્રા, સોનાક્ષી સિન્હા અને અમૃતા રાવ સાથે જોડાઈ ચૂક્યું છે.