
Nepotism in Bollywood હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. સ્ટારકિડ્સમાં પ્રતિભા હોય કે ન હોય તેમને આસાનીથી ફિલ્મો મળી જાય છે તેમ આપણે માનીએ છીએ, પરંતુ દરેક વખતે આમ હોતું નથી. માતા-પિતા શૉ બિઝમાં સારું નામ ધરાવતા હોય તેમ છતાં સંતાનોએ સંઘર્ષ કરવો પડે છે. આજના બર્થ ડે સેલિબ્રિટી birthday celebrity સાથે પણ આવી જ વાત જોડાયેલી છે.
તેના પિતા પંકજ કપૂર Pankaj Kapoor અને માતા નીલિમા અઝીમ Nilima Azeem પોતાના જમાનામાં સારું નામ ધરાવતા હતા અને તેમની અભિનય પ્રતીભાથી પણ સૌ કોઈ વાકેફ હતા, પરંતુ તેમ છતાં દીકરાએ ઘણી મહેનત કરી ત્યારે સ્ટારડમ મળ્યું. નામ તો તમે જાણી જ ગયા હશો. આજે શાહીદ કપૂર Shahid Kapoorનો જન્મદિવસ છે.

દિલ્હીમાં 1981માં આજના દિવસે જન્મેલા શાહીદે નાનપણથી જ આમ તો સંઘર્ષ કર્યો હતો. તેના જન્મના થોડા સમય બાદ માતા-પિતા અલગ થયા એટલે શાહીદ નાના-નાની પાસે રહી મોટો થયો. બચપણથી જ ડાન્સમાં માહિર શાહીદે ડાન્સ માસ્ટર શામક દાવરનું ગ્રુપ જોઈન કર્યું હતું અને તેમની સાથે ઘણી ફિલ્મોમાં ગ્રુપ ડાન્સર-બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું.
દિલ તો પાગલ હૈ અને તાલમાં તે કરિશ્મા Karishma અને ઐશ્વર્યા Aaishwarya ની પાછળ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમુક એડ મળી અને તે પછી તેને ઈશ્કવીશ્ક ફિલ્મ મળી. જોકે શાહીદે એક ઈન્ટરન્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ મળતા પહેલા તેને સો વાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો ને તેની પાસે ઓડિશનમાં જવાના પણ પૈસા ન હતા.

જોકે તેની પહેલી ફિલ્મ યુવાનોને બહુ ગમી અને શાહીદ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી શક્યો. શરૂઆતમાં ચોકલેટી બૉય શાદીહે વિવાદ, જબ વી મેટ જેવી ફિલ્મો કરી, પણ પછી તેણે હૈદર, કબીર સિંહ જેવી ફિલ્મો કરી પોતાની ઈમેજ ઑલરાઉન્ડરની કરી નાખી. તેની જર્સી ફિલ્મ પણ ખૂબ વખાણાઈ. તાજેતરમાં રીલિઝ થયેલી તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા પણ દર્શકોને ખૂબ ગમી રહી છે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો શાહદી અને કરીના કપૂરનો અફેર અને બ્રેક અપ ખાસ્સા ચગ્યા હતા. સૈફ સાથેના સંબંધો બાદ કરીનાએ શાહીદને ડમ્પ કર્યાની ચર્ચા હતી. જોકે શાહીદે કરીના પહેલા ઋષીતા ભટ્ટને ડેટ કરી હોવાનું પણ કહેવાય છે. કરીના અને શાહીદ છૂટા પડ્યા બાદ શાહીદે પોતાનાથી 13 વર્ષ નાની પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે અને બન્ને બે સંતાનના માતા-પિતા છે.

બેકગ્રાઉન્ડ ડાન્સમાંથી અહીં પહોંચેલા શાહીદ કપૂર પાસે હાલમાં રૂ. 300 કરોડની સંપત્તિ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. તે રૂ. 56 કરોડના આલીશાન બંગલામાં રહે છે અને મર્સિડિઝ મેબૈક, મર્સિડીધ એએમજી એસ, રેંજ રોવર વૉગ જેવી ઘણી કારનો માલિક છે. શાહીદને તેના જન્મદિવસે શુભકામના…