વેલેન્ટાઈન વીકમાં ઉલઝાઈને રહી જશે શાહિદ અને કૃતિની Teri Baaton Mein Aisa Uljha Jiya?

શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતો મેં ઉઝલા ઐસા જિયા આવતીકાલે રીલિઝ થઈ રહી છે. વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ ચોકલેટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એક ફીમેલ રોબોટ અને માણસની લવ સ્ટોરી પર આધારિત આ અનોખી લવસ્ટોરીમાં ચોકલેટ જેવી મીઠાશ પણ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે. જોકે, શરૂઆતના આંકડાઓ ખાસ કંઈ સારા નથી રહ્યા…
આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. રોમકોમ (રોમેન્ટિક અને કોમેડી) એવી આ ફિલ્મનું ટ્રેલર તમને હસાવે છે. ફિલ્મની સાથે સાથે જ તેના ગીત પણ ખૂબ જ ફેમસ થઈ રહ્યા છો. કોઈ રોમેન્ટિક ફિલ્મ માટે આ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સારી વાત તો એ છે કે આ ફિલ્મના માધ્યમથી મેકર્સે માત્ર યંગ જનરેશન જ નહીં પણ ફેમિલી ઓડિયન્સને પણ કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ ફેક્ટર ફિલ્મને ફાયદો પહોંચાડી શકે છે.
એક રિપોર્ટ અનુસાર 24 કલાકમાં એક કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઈ છે. આ આંકડો ચોક્કસ જ ઓછો છે, કારણ કે ફિલ્મની રીલિઝને એક જ દિવસ બાકી છે. પરંતુ રોમકોમ એક એવો ઝોનર છે કે જેની ફિલ્મો વર્ડ ઓફ માઉથના દમ પર જ ઓડિયન્સને થિયેટરમાં ખેંચી આવે છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો ગયા વર્ષે આવેલી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે છે. આ ફિલ્મની શરૂઆત ખૂબ જ સ્લો હતી, પણ ફિલ્મે 100 કરોડથી વધારાનો બિઝનેસ કર્યો હતો.
વાત કરીએ તેરી બાતો મેં ઐસા ઉલજા જિયાની તો આ ફિલ્મનું બજેટ 75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. થિયેટરમાં હાલમાં ફાઈટર એક માત્ર એવી ફિલ્મ છે કે જે આ ફિલ્મ માટે એક ચેલેન્જ છે. પરંતુ 14 દિવસ બાદ હવે ફાઈટરની સ્પીડ પણ ધીમી પડી ગઈ છે. એવામાં દર્શકો માટે શાહિદ અને કૃતિની આ ફિલ્મ જ એક માત્ર ઓપ્શન છે. ફિલ્મનું બજેટ પણ ખૂબ જ ઓછું છે એટલે એને હિટ કે સુપરહિટ થવા માટે બહુ મગજમારી નહીં કરવી પડે.