Filmfare 2025: શાહરૂખ ખાને પડતાં પડતાં બચાવી લીધી આ બી-ટાઉન એક્ટ્રેસને, યુઝર્સે કહ્યું એટલે જ તે… | મુંબઈ સમાચાર
મનોરંજન

Filmfare 2025: શાહરૂખ ખાને પડતાં પડતાં બચાવી લીધી આ બી-ટાઉન એક્ટ્રેસને, યુઝર્સે કહ્યું એટલે જ તે…

ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ 70મા ફિલ્મફેયર એવોર્ડના રંગે રંગાઈ ગયું હતું અને અમદાવાદ ખાતે જાણે સેલિબ્રિટીઝનો કુંભમેળો જોવા મળ્યો. કલાકારોની કલાને પોંખનારા આ એવોર્ડ ફંક્શનને ચાર ચાંદ લગાવ્યા કિંગ ખાન એટલે કે બોલીવૂડના કિંગ શાહરૂખ ખાને. હાલમાં સોશિયલ મીડિયા પર આ એવોર્ડ ફંક્શનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કિંગ ખાને કંઈક એવું કર્યું હતું ફેન્સ તેવા પર વારી ગયા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

17 વર્ષ બાદ હોસ્ટ કર્યો ફિલ્મફેયર શાહરૂખ ખાને

શાહરૂખ ખાતે લગભગ 17 વર્ષ બાદ એવોર્ડ ફંક્શન હોસ્ટ કર્યું અને દર વખતની જેમ તેમણે ફેન્સના દિલ જિતવાનો એક પણ મોકો છોડ્યો નહીં, પછી લૂકની વાત હોય કે હોસ્ટિંગની કે પછી સ્ત્રી દાક્ષિણ્યની. શાહરૂખ ખાનના સ્ત્રીદાક્ષિણ્યના તો અનેક કિસ્સા આપણે સાંભળ્યા હશે, પરંતુ લેટેસ્ટ કિસ્સાની વાત કરીએ તો 70મા ફિલ્મફેયર એવોર્ડ્સમાં નિતાંશી ગોયલને ફિલ્મ લાપતા લેડિઝ માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલ માટે એવોર્ડ એનાઉન્સ કરવામાં આવ્યો હતો.

…અને નિતાંશી ગોયલને સાચવી લીધી કિંગ ખાને

હવે જેવું બેસ્ટ ડેબ્યુ ફીમેલ માટે નિતાંશીનું નામ એનાઉન્સ થયું કે નિતાંશી સ્ટેજ તરફ ચાલવા માંડી અને શાહરૂખ પણ જેન્ટલમેનની જેમ તેને લેવા માટે સામે આવ્યો અને આ સમયે દાદરા ચડતાં ચડતાં નિતાંશી પોતાના જ આઉટફિટમાં અટવાઈ ગઈ અને લથડિયું ખાઈ ગઈ. જોકે, કિંગખાને હર હંમેશની જેમ પોતાની સૂઝબૂઝથી નિતાંશીને સંભાળી લીધી. એટલું જ નહીં પણ જ્યારે નિતાંશી સ્ટેજ પર પહોંચી તો શાહરૂખ ખાન પાછળથી તેનો ડ્રેસ પણ સંભાળતો જોવા મળ્યા હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

એક હી તો દિલ હૈ કિતની બાર જિતોગે…

કિંગ ખાનને નિતાંશીને આ રીતે સાચવી લેતાં જોઈએ ફેન્સના દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયા અને યુઝર્સ હવે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે સાચે જ નિતાંશી લકી ગર્લ છે. બીજા એક યુઝરે લખ્યું કે તે નર્વસ હતી પણ એસઆરકેએ તેને સંભાળી લીધી અને તે હંમેશા મહિલાઓનું સમ્માન કરે છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે તેઓ સાચે જ જેન્ટલમેનલ છે. ચોથાએ એક યુઝરે લખ્યું કે તેમની આ ક્વોલિટીને કારણે જ તેઓ આજે એક સક્સેસફૂલ વ્યક્તિ છે તો વળી બીજા એક યુઝરે લખ્યું કે કિંગ ખાને દિલ જિતી લીધું યાર…

વાઈરલ વીડિયોમાં આગળ જોવા મળે છે કે નિતાંશીને ફિલ્મ લાપતા લેડિઝ માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ અક્ષય કુમારના હાથે મળે છે અને કરણ જોહર પણ તેને અભિનંદન આપતા હગ કરીને માથા પર કિસ કરે છે.

અક્ષય કુમારે આ રીતે જિત્યા ગુજરાતવાસીઓના દિલ

બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર જ્યાં જાય ત્યાં પોતાનો જાદુ ચલાવવામાં માહેર છે અને ગઈકાલે અમદાવાદ ખાતે યોજાયેલા 70મા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેણે આવું જ કંઈક કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં અક્ષય કુમાર મંચ પર ગુજરાતી ગીત ઓ કરસન કાકા કાળા, ભૂરી બંડીવાળા… ગાતો જોવા મળ્યો હતો. અક્ષયનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો…અમદાવાદમાં યોજાયો ફિલ્મફેર એવોર્ડ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button