Romance king શાહરૂખ ખાનને પસંદ નથી લવ સ્ટોરીઝ
શાહરુખ ખાન ‘કિંગ ઓફ રોમાન્સ’ , ‘કિંગ’ અને ‘બાદશાહ’ જેવા નામે બોલિવૂડમાં ઓળખાય છે. શાહરુખ ખાન બોલિવુડમાં ઘણી રોમાન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે શાહરુખ ખાન જ્યારે પડદા પર રોમાન્સ કરે છે ત્યારે લોકો તેના ફ્રેન્સ બની જાય છે, પરંતુ જો તમે જાણો છો કે શાહરુખ ખાનને લવ સ્ટોરી પસંદ નથી! કદાચ નહીં, જ જાણતા હો ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાનની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાહરુખ ખાન ‘કભી ખુશી કભી ગમ’માં હેલિકોપ્ટર એન્ટ્રીથી નિરાશ થયો હતો.
| Also Read: Kapoor’s ના ઘરે રેલાસે શરણાઈના સૂર, જાણી લો કોણ છે થવાવાળો જમાઈ?
નિખિલ અડવાણીએ શાહરૂખ ખાન સાથે ‘કુછ કુછ હોતા હૈ’, ‘મોહબ્બતે’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મના સેટ પર કામ કર્યું છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે હું અને શાહરૂખ ખાન ઘણી વખત એવી વાતો કરતા હતા કે, ‘આદિત્ય ચોપરા અને કરણ જોહર માત્ર લવ સ્ટોરી જ બનાવે છે, તો ચાલો આપણે કંઈક અલગ, હટકે જોનરની ફિલ્મ બનાવીએ. શાહરૂખ ખાનને લવ સ્ટોરી પસંદ નથી અને તેને આવી ફિલ્મોમાં કામ કરવામાં ભારે કંટાળો આવે છે.
| Also Read: …એટલે જાણીતા સાઉથના અભિનેતાને મહિલાએ જાહેરમાં લાફાવાળી કરી, વીડિયો વાઈરલ…
કભી ખુશી કભી ગમ વિશે વાત કરતા નિખિલે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તો શાહરુખ ખાનની હેલિકોપ્ટરથી એન્ટ્રી હતી. શાહરૂખ ખાનને લાગ્યું હતું કે તે હેલિકોપ્ટરમાંથી કૂદકો મારીને નીચે આવશે. આ વિચારીને તે ઘણો રોમેન્ટિક થઈ ગયો હતો, પરંતુ ફિલ્મમાં તેણે હેલિકોપ્ટરમાંથી ઉતરીને આવવાનું હતું. આ જોઈને તેને ખૂબ જ નિરાશા થઈ હતી. તે કોઈ થ્રિલીંગ એક્શન કરવા માગતો હતો, પરંતુ તેના બદલે તેને સાવ નિરાશ થઇને આ સીન ભજવવો પડ્યો હતો.
| Also Read: Shahrukh Khanને લઈને આ શું બોલી ગયા Amitabh Bachchan?
નિખિલે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કરણ અને આદિત્ય ચોપડા શાહરૂખને કંઈક નવી વાત કહેતા કે સ્વીટ્ઝરલેન્ડ અથવા બીજા કોઇ રમણિય સ્થળે ગીત શૂટ કરવાની તેમની યોજના વિશે જણાવતા ત્યારે તે ઓલવેઝ કહેતો કે,સારું. આને કારણે ફિલ્મ સારી ચાલશે, ફિલ્મ સારી છે. તે ક્યારેય કોઈને ટોકતો નહીં તે જણાવતું નહીં કે તેને કઈ બાબત પસંદ નથી. તે કોઇને નારાજ નહીં કરતો.