હેં…શાહરૂખ ખાને સિનિયર સિટિઝનને માર્યો ધક્કો? વીડિયો વાયરલ

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન પોતાની નમ્રતા માટે જાણીતો છે અને આટલું સ્ટારડમ હોવા છતાં જમીન સાથે જોડાયેલો રહે છે. મોટે ભાગે તે ફેન્સ સાથે કે પોતાની ટીમ સાથે મજાક મસ્તી કરતો જોવા મળે છે, પરંતુ તોછડાઈ કે અપમાન કરતો જોવા મળ્યો નથી. ત્યારે આ જ કિંગ ખાનનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે, જેમાં તે એક સિનિયર સિટિઝનને ધક્કો મારતો હોય તેમ દેખાય છે.
આ દસેક સેક્ન્ડની ક્લિપ સ્વિત્ઝરલેન્ડની છે. અહીં 77th Locarno Film Festival યોજાયો હતો અને એસઆરકે પહેલો ભારતીય કલાકાર છે જેને અહીં કરિયર અચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે. આ શાહરૂખ ફેન્સ માટે અને ભારતીય ફિલ્મજગત માટે ખાસ ઘટના છે, પણ આ ઘટનાનો એક વીડિયો એસઆરકેને નેગેટિવ શેડમાં બતાવી રહ્યો છે.
અહીં એવોર્ડ સમારંભમાં રેડ કાર્પેટ પર ચાલતા સમયે કિંગ ખાન ફોટોગ્રાફર્સને પોઝ આપતો દેખાઈ રહ્યો છે. ખાસ સ્ટાર્સ માટે બનાવેલા સ્ટેજ પર શાહરૂખ ખાન પોઝ આપી રહ્યો છે ત્યારે ફ્રેમમાં એક સિનિયર સિટિઝન જોવા મળે છે જે વિદેશી હોવાનું જાણાઈ રહ્યું છે. તેને ફ્રેમમાંથી બહાર કાઢવા શાહરૂખ તેને હલકો એવો ધક્કો મારે છે. પણ આ વીડિયો વાયરલ થતાં જ એસઆરકેના ફેન્સ પહેલા તો ચોંકી જાય છે, પછી તેઓ જ કહે છે કે જે એસઆરકેએ કર્યું તે મસ્તી હતી અને કોઈ અપામન ન હતું.
આ પણ વાંચો : શાહરૂખ ખાનના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર, સારવાર માટે અમેરિકા જવા રવાના
ત્યારબાદ બીજો એક વીડિયો વારયલ થયો છે જેમાં તે વ્યક્તિ શાહરૂખની ટીમનો જ હોવાનું બહાર આવે છે.
ફેન્સને એસઆરકે પર એટલો ભરોસો છે કે તેઓ માનવા જ તૈયાર નથી કે તેમનો ફેવરીટ સ્ટાર આવું કંઈ કરી શકે.