ક્યારેક દિવસમાં 100 સિગરેટ પી જતાં Shah Rukh Khan એ છોડ્યું સ્મોકિંગ, 59મા બર્થ ડે પર કરી જાહેરાત…

Entertainment News: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને (Shah Rukh Khan Birthday) 2 નવેમ્બરે તેનો 59 મો બર્થ ડે ઉજવ્યો હતો. આ અવસર પણ તેણે મોટી જાહેરાત કરી હતી. જે સાંભળીને તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા. શાહરૂખ ખાને સ્મોકિંગ (Shah Rukh Khan quit smoking) છોડી દીધું હોવાની જાહેરાત કરી હતી. કિંગ ખાન 3 દાયકા કરતાં વધુ સમયથી સ્મોકિંગ કરતો હતો. તે જાહેરમાં સ્મોકિંગ કરતો હોય તેવા વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતા હતા.
આ પણ વાંચો : ત્રણેય સંતાનોને લઈને Shah Rukh Khan ને સતાવી રહી છે આ સમસ્યા, પ્રોપર્ટી માટે…
શાહરૂખે કર્યો ખુલાસો
શાહરૂખે ખુલાસો કર્યો કે, તેણે હવે સિગારેટ છોડી દીધી છે. એક પ્રશંસકે તેનો વીડિયો શેર કર્યો હતો. જેમાં શાહરૂખ ખાન મિત્રો હવે હું સ્મોકિંગ નથી કરતો તેમ કહેતા જોવા મળી રહ્યો છે. જે બાદ તાળીઓનો ગડગડાટ થયો હતો. પ્રશંસકે એક્સ પર શેર કરેલો આ વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયોમાં શાહરૂખ કહે છે કે, સ્મોકિંગ છોડ્યા બાદ પણ તેને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે. જે ઠીક થઈ જશે તેમ વિચારી રહ્યો છું. ક્લિપમાં તે કહે છે કે મને લાગતું હતું કે શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય પરંતુ મને તેનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : શાહરૂખ ખાને એક, બે નહીં ત્રણ વાર લગ્ન કર્યા છે, સચ્ચાઇ જાણીને….
શાહરૂખ ખાને છેલ્લા થોડા વર્ષોથી તેની આદતો અંગે ખુલીને વાત કરતાં નજરે પડ્યો છે. તેણે અવારનવાર સ્મોકિંગ અને કોફી એડિક્શન પર ચર્ચા કરી છે. વર્ષ 2011ના એક ઈન્ટરવ્યૂમાં તેણે મસ્તીભર્યા અંદાજમાં કબૂલાત પણ કરી હતી કે એક દિવસમાં લગભગ 100 સિગરેટ અને આશરે 30 કપ કોફી પીવે છે. તેમજ ઘણી વાર ખાવાનું પણ ભૂલી જાય છે.