રેખા, માધુરી અને ઉર્મિલાએ શબાના આઝમીની બર્થડે પાર્ટીમાં આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ

બોલીવૂડના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીએ ગઈકાલે પોતાનો 75મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. શબાના આઝમી છેલ્લે જાણીતી સિરીઝ ડબ્બા કાર્ટેલમાં જોવા મળ્યા હતા. શબાના આઝમીએ બર્થડે પાર્ટીમાં બી-ટાઉનના અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. આ પાર્ટીનો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો બોલીવૂડના ઉમરાવ જાન રેખાએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે શબાના આઝમીની પાર્ટીમાં માધુરી દિક્ષીત, ઉર્મિલા માતોંડકર અને વિદ્યા બાલન ડાન્સ કરી રહ્યા હતા અને રેખા તેમને જોઈન કરે છે. સંજય કપૂર અને ફરાહ ખાને આ પાર્ટીના વીડિયો શેર કર્યા હતા. સંજય કપૂરે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે જન્મદિન મુબારક હો શબાના આઝમી… કેટલી શાનદાર સાંજ હતી. બોલીવૂડની ઓજી ક્વીન્સ રેખા, માધુરી, ઉર્મિલા અને વિદ્યા.
આ પણ વાંચો: ‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા
આ પોસ્ટની સાથે સંજય કપૂરે એક વીડિયો પણ શેર કર્યો છે. યુઝર આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે મને આ મહિલાઓનો સેલિબ્રેટ કરવાનો અંદાજ ખૂબ જ પસંદ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું છે કે 90ના દાયકાની દીવાઝ અને ઓજી ક્વીન્સ એક સાથે. આ ખૂબ જ ખાસ પળ છે.
વાઈરલ વીડિયોમાં રેખા, માધુરી દિક્ષીત, ઉર્મિલા માતોંડકર, વિદ્યા બાલન સાથે ફિલ્મ પરિણીતાના ગીત કૈસી હૈ પહેલી પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ત્યાર બાદ રેખાએ શબાના આઝમીને સ્ટેજ પર બોલાવ્યા હતા અને બધા સાથે ડાન્સ કરવા લાગે છે. આ પળ પાર્ટીની સૌથી બેસ્ટ મોમેન્ટ બની ગઈ હતી.
આ પણ વાંચો: Bollywood: આ સિન કરતા પહેલા બહાદુર શબાના આઝમી પણ રડી પડ્યા હતા
આ સિવાય આ પાર્ટીના એક બીજા વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે શબાના આઝમી પતિ જાવેદ અખ્તર સાથે ક્લાસિક સોન્ગ પ્રીટિ લિટલ બેબી પર રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફરાહ ખાને આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે તમે હવે 75ના થઈ ગયા છો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા શબાના આઝમી તમે અને જાવેદ અખ્તર હંમેશા યંગ રહો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ શબાના આઝમી ક્રાઈમ ડ્રામા સીરિઝ ડબ્બા કાર્ટેલમાં જોવા મળી હતી અને આ સીરિઝમાં જ્યોતિકા, શાલિની પાંડે, નિમિષા સજયન, અંજલિ આનંદ અને સાઈ તામ્હણકર સાથે સ્ક્રીન શેર કરી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…