હેપ્પી બર્થ ડેઃ કલા વારસામાં મળી, કલાકાર બનવા કરી મહેનત
પિતા અને માતા લેખક-કવિતાજગતનું મોટું નામ હતું આથી કલાકારી તો વારસામાં મળી હતી, પરંતુ હિન્દી ફિલ્મજગતમાં લાંબી મજલ કાપવા મહેનત કરવી પડી હતી. આજે પણ ફિલ્મોમાં સક્રિય એવાં શબાના આઝમીનો 73મો જન્મદિવસ છે. પિતા કૈફી આઝમીની આ દીકરીમાં અભિનયના અંકુર પહેલી ફિલ્મ અંકુરથી ફૂટ્યા અને પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ્ મેળવી આજે પાંચ નેશનલ એવોર્ડ સહિતના ઘણા સન્માન મેળવી ચૂકયાં છે.
શબાના આઝમીએ 70 અને 80ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું હતું. શબાના આઝમીએ પોતાના કરિયરમાં 165થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
શબાનાના જન્મદિવસ પર બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શબાનાના ચાહકોએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શબાના આઝમીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1974માં ફિલ્મ અંકુરથી કરી હતી.
શબાનાના પિતા કૈફી આઝમી પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા. કૈફી આઝમી પણ તેમના સમયના લેખન જગતમાં સ્ટાર હતા. શબાનાની માતા પણ થિયેટર આર્ટિસ્ટ હતી. શબાનાને કલાની સમૃદ્ધિ વારસામાં મળી હતી. ફિલ્મી માહોલમાં ઉછરેલી શબાના આઝમીએ બાળપણથી જ કલાને અપનાવી હતી. શબાના આઝમીએ 70ના દાયકામાં કલાત્મક ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સમાંતર સિનેમાની શક્તિશાળી અભિનેત્રી પણ રહી. શબાના આઝમીએ ઘણી કોમર્શિયલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શબાના આઝમીએ 70 અને 80ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રાજેશ ખન્ના સાથે શબાનાની 7 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
દર્શકોએ તેમની જોડીને ઘણો પ્રેમ આપ્યો અને એક પણ ફિલ્મ ફ્લોપ ન થઈ. શબાના આઝમી પોતાના કરિયરની સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી.
શબાના આઝમીએ ગીતકાર જાવેદ અખ્તરને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા અને લગ્ન કર્યા. હવે શબાના અને જાવેદ ઘણીવાર એકસાથે ઈવેન્ટ્સમાં હાજરી આપતા જોવા મળે છે. તાજેતરમાં જ તેણે રોકી ઔર રાનીમાં ધર્મેન્દ્ર સાથે આપેલી કિસીંગ સિને ચર્ચા જગાવી હતી.
અભિનય સાથે સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહેતા શબાના આઝમીને જન્મદિવસની શુભકામના