મનોરંજન

બેન્ડિટ ક્વીનની ફૂલનદેવીથી ફેમિલી મેન-થ્રીના પીએમ બાસુ સુધી આવી છે સીમા વિશ્વાસની સફર…

બોલીવૂડ એક્ટર મનોજ બાજપેયી હાલમાં તેમની સુપરહિટ વેબસિરીઝ ફેમિલી મેન-3ને કારણે લાઈમલાઈટ આવી રહ્યા છે. આ સિરીઝમાં મનોજ બાજપેયીએ કરેલાં એક્ટિંગને કારણે દર્શકો તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

પરંતુ આ વખતની ખાસ વાત કરીએ તો આ સિરીઝમાં એક એક્ટ્રેસ એવી પણ છે કે જેમણે 31 વર્ષ પહેલાં એ ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો, જેમાં મનોજ બાજપેયીએ સાઈડ રોલ કર્યો હતો.

આપણ વાચો: ધ ફેમિલી મેન-3 ગજબ બવાલ મચાવશે ઓટીટી પ્લેટફોર્મ પર… ફર્સ્ટ લૂક જોઈને ફેન્સ થયા બેકાબુ…

એટલું જ નહીં આ એક્ટ્રેસે ઓન સ્ક્રીન બંદૂકો ચલાવી હતી કે આખી દુનિયામાં તેની ગૂંજ સંભળાઈ હતી. અમે અહીં વાત કરી રહ્યા છીએ સીમા વિશ્વાસની કે જેમણે ફેમિલી મેનની ત્રીજી સિઝનમાં વડા પ્રધાન બાસુના રોલ કર્યો હતો.

વાત કરીએ સીમા વિશ્વાસ કોણ છે એની તો સીમા વિશ્વાસ આસામના ગુવાહાટીમાં પોતાની ત્રણ બહેન અને એક ભાઈ સાથે મોટા થયા છે. સ્કૂલના દિવસોથી જ તેમને સ્ટેજ પ્રત્યે ખાસ લગાવ હતો. સીમા વિશ્વાસની માતા એક થિયેટર આર્ટિસ્ટ હતા. ધમધમા સ્કૂલમાં સ્કુલિંગ અને કોલેજ બાદ સીમા દિલ્હી આવી ગયા.

જ્યાં તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું, જ્યાં તેમણે અંગ્રેજી અને હિંદી ભાષા પર પ્રભુત્વ હાંસિલ કર્યું. થિયેટરનો કોર્સ પૂરો કર્યા બાદ તેઓ અહીં પ્લે કરતાં હતા અને સ્ટેજ પોતાની એક અમીટ છાપ છોડી. આવા જ એક પ્લેમાં આવેલા શેખર કપૂરે સીમાને જોઈ અને બેન્ડિટ ક્વીન ફિલ્મ ઓફર કરી.

આપણ વાચો: ફેમિલી મેન-3 રિલિઝ થાય તે પહેલા જ આ અભિનેતાએ એક્ઝિટ કરીઃ મોત સામે પણ શંકા

1994માં આવેલી ફિલ્મ બેન્ડિટ ક્વીન બોલીવૂડની ફિલ્મોના ઈતિહાસમાં એક માઈલ સ્ટોન સમાન સાબિત થઈ. ઓસ્કર માટે આ ફિલ્મને મોકલવામાં આવી હતી અને આ ફિલ્મમાં સીમાએ ફૂલનદેવીનું પાત્ર સ્ક્રીન પર એટલું બખૂબી નિભાવ્યું કે લોકો તેમને ભૂલી શક્યા નહીં. બસ ત્યાર બાદ સીમાએ ક્યારે પાછળ વળીને જોયું નથી અને તેણે અત્યાર સુધીમાં 107થી વધુ ફિલ્મ અને સિરીઝમાં કામ કર્યું છે.

મનોજ બાજપેયી સ્ટારર વેબ સિરીઝ ફેમિલી મેન-3 હાલમાં જ રિલીઝ થઈ હતી અને આ સિરીઝમાં વડા પ્રધાન બાસુનો રોલ નિભાવ્યો હતો. સીમાની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પહેલાં તેમણે જોલી એલએલબી-3માં પણ કામ કર્યું છે. આ સિવાય ગયા વર્ષે આવેલી ફિલ્મ સરફિરામાં પણ તેણે અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. સીમા વિશ્વાસ પોતાની રિયાલિસ્ટિક એક્ટિંગ અને દમદામ કલાકારીના દમ પર આજે પણ કમાલ કરી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button