મનોરંજન

આ લાલ દુપટ્ટાવાળીને જોઈઃ ત્રણ દાયકા અને પેરાલિસિસના એટેક બાદ પણ…

મૈંને દેખે હૈ સભી રંગ દુનિયા કે…આ ગીતમાં દરિયા કિનારે, નાના છોકરાઓ સાથે નાચતી રાગેશ્વરી યાદ છે. એ ન હોય તો ગોવિંદા અને ચંકી પાંડેની ફિલ્મ આંખેનું ગીત તો યાદ જ હશે…ઓ લાલ દુપટ્ટેવાલી તેરા નામ તો બતા…હા એ રાગેશ્વરીની જ વાત કરી રહ્યા છીએ. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને તેને જોઈને તેના ફેન્સની યાદો તાજી થઈ ગઈ છે. જોકે રાગ્સના નામથી જાણીતી આ અભિનેત્રીએ જીવનમાં ઘણા ઉતરા ચઢાવ જોયા છે, પણ તેની સુંદરતામાં કોઈ ખાસ ફરજ જણાતો નથી.

90ના દાયકામાં રાગેશ્વરી લૂમ્બા ફિલ્મો અને સિંગિંગની દુનિયામાં ખૂબ જ એક્ટિવ હતી. રાગેશ્વરી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. બાળપણમાં રાગેશ્વરી તેના મિત્રોમાં ‘રાગ્ઝ’ નામથી પ્રખ્યાત હતી. રાગેશ્વરી નાનપણથી જ શોબિઝ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષાઈ હતી અને તેણે નાની ઉંમરથી જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની પ્રથમ ફિલ્મ આંખે હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. મૈં ખિલાડી તુ અનારીમાં તે અક્ષય કુમારની બહેન અને સૈફ અલી ખાનની હિરોઈનની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સુંદરતા અને ક્યૂટનેસની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
22 વર્ષની ઉંમરે રાગેશ્વરીનું પહેલું આલ્બમ ‘દુલ્હનિયા’ રિલીઝ થયું હતું, જેમાં તેણે અભિનય પણ કર્યો હતો. આ સાથે તે રાતોરાત સ્ટાર બની ગઈ. તે 90ના દાયકાની સૌથી લોકપ્રિય પોપ સ્ટાર હતી. રાગેશ્વરી તેની સફળતાનો આનંદ માણી રહી હતી અને તેના કોન્સર્ટ માટે દેશ-વિદેશમાં પ્રવાસ કરતી હતી, પણ તેના જીવનમાં ખૂબ જ આઘાતજનક વળાંક આવ્યો. તેને પેરાલિસિસનો એટેક આવ્યો.

એક દિવસ અચાનક તે જાગી અને તેના ચહેરો તેમ જ શરીરમાં તેને ફરક દેખાયો. ડૉક્ટરે કહ્યું કે તેનો અડધો ચહેરો અને છાતીનો ભાગ સુન્ન થઈ ગઈ હતી. સુમધુર ગીતો ગાતી તે વાત કરવા જેવી સ્થિતિમાં પણ ન હતી. તેણે થેરાપી અને યોગ કરવાનું શરૂ કર્યું અને સારવારથી તે સાજી પણ થઈ. જોકે તે બાદ તેણે ગાવાનું બંધ કરી દીધું. 2012માં રાગેશ્વરી લૂમ્બાએ સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કર્યા હતા. સુધાંશુ વ્યવસાયે વકીલ છે અને લંડનમાં રહે છે. લગ્નના 4 વર્ષ બાદ તે માતા બની. રાગેશ્વરી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલ છે અને લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. તેણે તાજેતરમાં શેર કરેલો ફોટો ખૂબ જ વાયરલ થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button