'આજ હમારી શાદી કા હેપી બર્થડે હૈ!' આ ક્યુટ કપલની Anniversary Post જોઇને સ્માઇલ આવી જશે.. | મુંબઈ સમાચાર

‘આજ હમારી શાદી કા હેપી બર્થડે હૈ!’ આ ક્યુટ કપલની Anniversary Post જોઇને સ્માઇલ આવી જશે..

આજે બોલીવુડ કલાકારો સોહા અલી ખાન અને કુણાલ ખેમુ લગ્નની 9મી એનીવર્સરી ઉજવી રહ્યા છે. કપલે સોશિયલ મીડિયા સાઇટ પર તેઓ ડેટિંગ કરતા હતા ત્યારથી લઇને લગ્ન અને માતાપિતા બન્યા તે સમયની તમામ તસવીરો શેર કરી છે.

સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર 2015માં તેઓ જ્યારે પહેલીવાર મળ્યા ત્યારથી લઇને અત્યાર સુધીની તમામ તસવીરો શેર કરી. તો બીજી બીજુ કુણાલ ખેમુએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૂની તસવીરો શેર કરી હતી. પછી પોતાની સિગ્નેચર દેસી સ્ટાઇલ પર તેણે પોસ્ટ મુકીને કેપશનમાં લખ્યું હતું કે ‘આજે અમારા લગ્નનો હેપી બર્થડે છે, વિથ લવ.. સોહાનો માણસ!’

બંનેએ મુકેલી પોસ્ટ પર ભાભી કરીના કપૂર ખાન સહિત અનેક બોલીવુડ કલાકારોએ તેમને વિશ પણ કર્યું હતું. શિખા તલસાણીયા, સુમીત વ્યાસ, નેહા ધૂપિયા, અંગદ બેદી, કૃતિકા કામરા, મારિયા ગોરેટી જેવા કલાકારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કુણાલ ખેમુ જબરજસ્ત કોમેડી મડગાંવ એક્સપ્રેસ સાથે દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કરશે. આ ફિલ્મનું ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ નિર્માણ થઇ રહ્યું છે. તે 22 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.

સંબંધિત લેખો

Back to top button