શ્વેતા તિવારીનો આ કિલર લુક જોઇ ફેન્સ બોલ્યા…તમને ફોરેવર યંગ રહેવાનું વરદાન છે
મુંબઈઃ કસોટી ઝિંદગી કીની પ્રેરણાના પાત્રથી ભારત આખાની ગૃહિણીઓની માનીતી બની ગયેલી અને ઘર ઘરમાં જાણીતી બની ગયેલી શ્વેતા તિવારીએ એકતા કપૂરની અનેક સિરિયલોમાં તેમ જ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું અને તેને અઢી દાયકા કરતાં વધુ સમય પડદા પર થઇ ગયો છે, પરંતુ આજની તારીખમાં તે કસોટી ઝિંદગી કીની પ્રેરણા જેવી જ આબેહૂબ લાગે છે. જાણ કે તેની ઉંમર ત્યાં જ થોભી ગઇ હોય, એવું માનવું છે શ્વેતા તિવારીના હાલના જ ફોટો જોઇને કોમેન્ટ્સ કરનારા તેના ચાહકોનું.
શ્વેતા તિવાહીની દિકરી પણ હવે રૂપેરી પડદે દેખાઇ રહી છે અને તે તેના જેટલી જ સુંદર દેખાય છે, પરંતુ એ બંને સાથે ઊભા હોય તો કોઇપણ કહી ન શકે કે એ બંને માં-દિકરી હશે. શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હોય છે અને હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટા મૂક્યા હતા જેમાં તે બોસી લૂકમાં દેખાઇ રહી છે. તેના આ કિલર લૂક્સે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.
હાલમાં જ શ્વેતાએ શેર કરેલા પોતાના ફોટોશૂટના ફોટોમાં તે લાઇટ બ્રાઉન કલરનું કો-અર્ડ સેટ પહેરેલી જોવા મળે છે અને આ ફોટોમાં તેની અદાઓ કાતિલ હોવાનું તેના ફેન્સનું માનવું છે. હળવો મેક-અપ, ખુલ્લા કર્લી વાલ અને મંદ મંદ મુસકાન સાથે શ્વેતાએ પોતાની તસવીરોથી પોતાના ફેન્સને તેના વખાણ કરતા કરી દીધા છે.
એક ફેને કોમેન્ટ કરતા લખ્યું હતું કે લાગે છે કે ભગવાને તમને ફોરેવર યંગ રહેવાનું વરદાન આપી દીધું છે. તો અન્ય એક ચાહકે લખ્યું હતું કે તમારી ઉંમર નથી વધતી તેનું રહસ્ય અમને પણ જરા કહેશો. આ રીતે સેંકડોની સંખ્યામાં તેના ફેન્સે કોમેન્ટ્સ કરી હતી અને હજારોની સંખ્યામાં તેની તસવીરોને લાઇક્સ મળી હતી.