Schoking: Famous TV Actressએ પોસ્ટ કર્યું જો હું કાલે નહીં રહું તો…

જાણીતી ટીવી એક્ટ્રેસ ફલક નાઝ (Famous TV Actress Falaq Naaz)એ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફેન્સને ચિંતામાં નાખી દીધા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે અને ફેન્સની ચિંતાઓ વધારી નાખી છે. આવો જોઈએ આખરે એવું શે શું ખાસ છે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં…
વાત જાણે એમ છે કે એક્ટ્રેસ ફલકે મૃત્યુ સંબંધિત એક પોસ્ટ શેર કરી છે અને એમાં તેણે જણાવ્યું છે કે કઈ રીતે માણસના મર્યા બાદ તમે લોકો એમને શ્રદ્ધાંજલિ આપો છો. ફલકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે શું થાય જો હું આવતીકાલે નહીં રહું? શું તમને મારી ખોટ સાલશે? કદાચ તમે એક પોસ્ટ કે સ્ટોરી મને ડેડિકેટ કરશો. આપણે સાથે પસાર કરેલાં સારા સમને યાદ કરશો. પરંતુ દુર્ભાગ્યે હું એ બધું જોઈ નહીં શકું, કારણ કે ત્યારે હું આ દુનિયાને અલવિદા કહી ચૂકી હોઈશ.
આ પણ વાંચો : લગ્નના અઢી જ મહિનામાં એક્ટ્રેસે આપી Good News? કહ્યું કે હવે તો ઓફિશિયલી..
પોતાની પોસ્ટમાં આગળ ફલકે એવું પણ જણાવ્યું હતું કે મૃત્યુ બાદની જિંદગીમાં મટિરિયાલિસ્ટિક વસ્તુઓ જેવી કે પોસ્ટ અને સ્ટોરીઝ જેવી વસ્તુઓ મને ખુશી નહીં આપે. જીવનનો કોઈ ભરોસો નથી, જેને તમે પ્રેમ કરો છો એમને એ અફેક્શન દેખાડો, જ્યાં સુધી તેઓ આપણી સાથે છે. પોઝિટિવિટી અને પ્રેમને પ્રમોટ કરો.
ફલકની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ચિંતામાં પડી ગયા છે, પણ અમુક લોકો તેની પોસ્ટ સાથે કનેક્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો આઉટ ઓફ કન્સર્ન ફલકને એવું પણ પૂછી લીધું હતું કે ફલક ઠીક તો છે ને? અચાનક આવી પોસ્ટ કરવા પાછળનું કારણ શું? જોકે, ફલકે આવી પોસ્ટ કેમ કરી એ તો ફલક જ સારી રીતે જણાવી શકે એમ છે.
વાત કરીએ ફલકની પ્રોફેશનલ લાઈફની તો તે એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તેણે મહાકાલી, રૂપ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, રામ સિયા કે લવ કુશ, પંડ્યા સ્ટોર, બિગ બોસ ઓટીટી-2માં પણ જોવા મળી ચૂકી છે.