મનોરંજન

બોલો, આ ખાન ત્રિપુટી નાટુ નાટુનો સ્ટેપ ન કરી શકી, પછી કર્યા આ સ્ટેપ્સ

ઓસ્કાર એવોર્ડ જીતેલું ગીત નાટુ નાટુ હજુ પણ મોટા ભાગના ફંકશનમાં પરફોર્મ થતું જોવા મળે છે. આરઆરઆર RRRના આ ગીતના સ્ટેપ્સ અઘરા છે અને આ ડાન્સ ખૂબ જ લોકપ્રિય પણ બન્યો છે. ત્યારે સિલ્વર સ્ક્રીન પર કેટલાય ડાન્સ કરી આપણને નચાવનાર ખાન ત્રિપુટી આમિર Amir, શાહરૂખ Shahrukh અને સલમાન Salman આ સ્ટેપ્સ કરી શક્યા ન હતા. આ પ્રસંગ હતો અંબાણી પરિવાર લગ્નનો Ambani family weddingના . જામનગર ખાતે અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેરેમની યોજાઈ રહ્યું છે. આ સેરેમનીમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકારોનો કાફલો મહેમાન તરીકે આવ્યો છે ત્યારે ડાન્સપાર્ટીમાં બધાએ પોતપોતાના કરતબ બતાવ્યા હતા .ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યા હતા.

ત્રણેયના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે જુનિયર એનટીઆર અને રામચરણ સ્ટારર ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળે છે. જોકે પોતાનાથી હૂક સ્ટેપ્સ ન થતાં પહેલા આમિર ડાન્સ કરાવનું બંધ કરે છે અને ત્યારબાદ સલમાન અને શાહરૂખ પણ હસતા હસતા બંધ કરી દે છે. ત્યારબાદ તેમણે સલમાનના હૂક સ્ટેપ્સવાળું ગીત જીને કે હૈ ચાર દિન પર્ફોમ કરી મહેમાનોનું મનોરંજન કર્યું હતું.

આ ફંક્શનમાં માત્ર સલમાન ખાન, આમિર ખાન અને સલમાન ખાન જ નહીં બધાએ પરફોર્મ કર્યું હતું. નીતા અંબાણી, મુકેશ અંબાણી, ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ રણવીર, જાન્હવી, ખુશી, સારા, મનીષ મલ્હોત્રા, અક્ષય કુમાર, સુહાના, કરીના કપૂર, દિલજીત દોસાંઝ સહિત લગભગ દરેકે પર્ફોર્મ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button