મનોરંજન

એનિમલનું આ હૉટ પૉસ્ટર જોયું

રણબીર કપૂર સાઉથ સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મની ટીઝરે તો વાહવાહી મેળવી છે, પણ હવે એક પૉસ્ટર રીલીઝ થયું છે તેણે વાતાવરણમાં ગરમી વધારી દીધી છે. ‘તુ જુઠી, મૈં મક્કર’ પછી રણબીર કપૂર આ વર્ષે ફરી એકવાર દર્શકોની સામે આવવાની તૈયારી કરી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’માં તે પહેલીવાર સ્ક્રીન પર ગેંગસ્ટરની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ એક સાધારણ છોકરાથી લઈને તેના પિતાનો બદલો લેવા માટે બનેલા ગેંગસ્ટર સુધીની તેની વાર્તા દર્શાવાશે. મેકર્સે થોડા દિવસો પહેલા રણબીર કપૂરના જન્મદિવસના પર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. હવે થોડા દિવસો બાદ મેકર્સ ફિલ્મ ‘હુઆ મેં’નું પહેલું ગીત રિલીઝ કરવા જઈ રહ્યા છે. જે પહેલા, દર્શકોની ઉત્તેજના વધારવા માટે, નિર્માતાઓએ રશ્મિકા મંદન્ના અને રણબીર કપૂરનું રોમેન્ટિક પોસ્ટર રિલીઝ કર્યું. આ પૉસ્ટરમાં બન્ને લિપલોક કિસ કરતા જોવા મળે છે.

રશ્મિકાએ તેના પહેલા ગીતનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું અને ગીતની રિલીઝ ડેટ પણ જણાવી. જો કે, આ પોસ્ટર જોયા પછી યુઝર્સે જે બાબત ધ્યાનમાં લીધી તે એ છે કે રણબીર કપૂરનું નામ મોટા અક્ષરોમાં લખાયેલું છે, પરંતુ તેમાં ક્યાંય રશ્મિકા મંદન્નાનું નામ નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સને આ બિલકુલ પસંદ ન આવ્યું. જે બાદ તેણે મેકર્સને સવાલ પણ કર્યા. સોશિયલ મીડિયા પર યુઝર્સ રણબીર કપૂરની સાથે આ પોસ્ટરમાં રશ્મિકા મંદન્નાના નામની ગેરહાજરી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે પૂછ્યું કે, પોસ્ટરમાં અભિનેત્રીનું નામ ક્યાં છે? અન્ય એક યુઝરે લખ્યું કે, “પોસ્ટરમાંથી રશ્મિકા મંદન્નાનું નામ ગાયબ છે. યુઝર્સની વાત પણ સાચી છે, ભઈ માત્ર હીરોનું નામ શું કામ હિરોઈનનું કેમ નહીં. ઠીક હવે એ જોવાનું ગીત લોકોને ગમે છે કે નહીં અને ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે. એનિમલમાં રણબીર કપૂર-રશ્મિકા મંદન્ના ઉપરાંત બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button