મનોરંજનસ્પોર્ટસ

આક્રમક બૅટર-કૅપ્ટન સૌરવ ગાંગુલી બની ગયો અગ્રેસિવ `પોલીસ અધિકારી’!

કોલકાતાઃ ખાકીઃ ધ બૅન્ગોલ ચૅપ્ટર’ નામની નીરજ પાન્ડે દિગ્દર્શિત વેબસિરીઝ થોડા દિવસથી ચર્ચામાં રહી છે અને હવે આ સિરીઝ ગુરુવાર, 20મી માર્ચે રિલીઝ થવાને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌરવ ગાંગુલીવાળો એનો રોમાંચક પ્રોમો વાઇરલ થયો છે. આક્રમક બૅટર તરીકે જાણીતા સૌરવ ગાંગુલીએ પોતાના નેતૃત્વ સાથે ભારતીય ટીમમાં મોટું પરિવર્તન લાવી દીધું હતું. ક્રિકેટના મેદાન પર આક્રમકતા માટે જાણીતો ગાંગુલી આ પ્રમોશનલ વીડિયોમાં ઇમાનદાર અને અગ્રેસિવ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે.

નેટફ્લિક્સ પર ગાંગુલીના આ પ્રોમોએ સૌને ચોંકાવી દીધા છે. ખરેખર તો તે આ રોલ માટે ઑડિશન આપતો જોવા મળ્યો હતો. એક તબક્કે ગાંગુલી મજાકમાં એક કેદીની આકરી પૂછપરછ કરી રહેલો જોવા મળ્યો. જાણે તેણે ભૂતકાળમાં ક્રિકેટના મેદાન પરના હરીફો સામેના ઝનૂન (ખાસ કરીને ભૂતપૂર્વ હેડ-કોચ ગ્રેગ ચૅપલ પરના ગુસ્સાને)ને ફરી યાદ કરી લીધા હોય એવું આ પ્રોમો પરથી લાગે છે. ગાંગુલીને ક્રાઇમ થ્રિલર અને પોલીસ અધિકારીના રોલ ખૂબ પસંદ છે અને એમાં તેખાકી’ના પ્રોમો સાથે જોડાયો એ બદલ ખૂબ આનંદિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button