મનોરંજન

ઓહ ગોડ, આ કારણે સૌમ્યા ટંડને અક્ષય ખન્નાને ઝીંકી દીધા 7 લાફા, પોસ્ટ કરીને કહી આ વાત…

સોશિયલ મીડિયા પર હાલમાં ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડન અને બોલિવૂડ એક્ટર અક્ષય ખન્નાના સમાચાર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. સૌમ્યા ટંડને એક શૂટિંગ દરમિયાન અક્ષય ખન્નાને એક-બે નહીં પણ પૂરા 7 વખત લાફો માર્યો હોવાની કબૂલાત કરી છે. આ ઘટના પાછળનું કારણ શું હતું અને અક્ષય ખન્નાએ તેના પર કેવું રિએક્શન આપ્યું હતું ચાલો જોઈએ આખી સ્ટોરી વિસ્તારથી…

ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અનિતા ભાભીના રોલથી ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ સૌમ્યા ટંડન ફરી એકવાર ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ કોમેડી માટે નહીં, પણ બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના સાથે જોડાયેલા એક કિસ્સાને કારણે. સૌમ્યાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેણે અક્ષય ખન્નાને સેટ પર વારંવાર લાફા મારવા પડ્યા હતા.

વાત કરીએ આ કિસ્સા વિશે તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ સૌમ્યાએ અક્ષય ખન્નાના પાત્રને થપ્પડ મારવાની હતી. સૌમ્યાએ જણાવ્યું કે તે ખૂબ જ ડરેલી હતી કારણ કે તે અક્ષય જેવા સિનિયર એક્ટરને લાફો મારવા માંગતી નહોતી. સૌમ્યાએ પહેલા હળવેથી લાફો માર્યો, પરંતુ ડાયરેક્ટરને રિયાલિસ્ટિક શોટ જોઈતો હતો. પર્ફેક્શન મેળવવા માટે અક્ષય ખન્નાએ પોતે સૌમ્યાને કહ્યું કે તે ખરેખર અને જોરથી લાફો મારે. આ ચક્કરમાં સૌમ્યાએ અક્ષયને 7 વખત લાફો મારવો પડ્યો હતો.

સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે આ મારા જીવનનો સૌથી અઘરો સીન હતો. અક્ષય ખન્ના જેવા સજ્જન વ્યક્તિને લાફો મારવો એ મારા માટે ખૂબ જ પીડાદાયક હતું, પરંતુ તેમની હિંમત અને પ્રોફેશનલિઝમને કારણે અમે આ સીન પૂરો કરી શક્યા. હું આ અનુભવ ક્યારેય નહીં ભૂલી શકું.

વાત કરીએ આના પર અક્ષય ખન્નાના રિએક્શનની તો અક્ષય ખન્નાએ આ ઘટના પર એકદમ પ્રોફેશનલ અપ્રોચ દેખાડ્યો હતો. એક કલાકાર તરીકે ક્યારેક સીન માટે આવું કરવું પડે છે. સૌમ્યા એક ઉત્તમ એક્ટ્રેસ છે અને તેણે સીનની ગરિમા જાળવી રાખી હતી.

નેટિઝન્સ સૌમ્યા ટંડનની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે અને સાથે સાથે અક્ષય ખન્નાની નમ્રતા અને સૌમ્યાની પ્રમાણિકતાના વખાણ પણ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ થઈ રહેલી પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…અક્ષય ખન્ના નેગેટિવ પાત્રમાં નીખરતો અનોખો અદાકાર

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button