સતિષ શાહના નિધન બાદ વાઈરલ થઈ રહ્યો છે આ ખાસ વીડિયો, વીડિયોમાં કહેલી વાત સાંભળીને… | મુંબઈ સમાચાર
મનોરંજન

સતિષ શાહના નિધન બાદ વાઈરલ થઈ રહ્યો છે આ ખાસ વીડિયો, વીડિયોમાં કહેલી વાત સાંભળીને…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર સતિષ શાહ ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમની યાદો અને તેમણે નિભાવેલા યાદગાર પાત્રો હંમેશા આપણા મનમાં જીવંત રહેશે. આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા સતિષ શાહના અલગ અલગ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધામાં સતિષ શાહનો સૌથી વધુ જોવાયેલા એક વીડિયો વિશે વાત કરીશું. આ વીડિયોમાં સતિષ શાહ મુંબઈ શહેર માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સતિષ શાહ મુંબઈ શહેર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં સતિષ શાહે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો તેમને સ્વર્ગમાં પણ મોકલવામાં આવશે તો પણ તેઓ મુંબઈને નહીં ભૂલી શકે. યુઝર્સ હવે આ વીડિયો પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ક્વીન ઑફ એલિગન્સ ઈશા અંબાણીના બર્થડે આઉટફિટની કિંમત જાણીને ચોંકી ઉઠશો…

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સતિષ શાહ કહેતાં સાંભળવા મળે છે કે મને તમે સ્વર્ગમાં પણ મોકલી દેશો તો થોડાક સમય બાદ મને મારું મુંબઈ યાદ આવવા લાગશે અને મને અહીંયા જ પાથા આવવાનું છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ભલે સુંદર નજારો જોવા મળે પણ હું મુંબઈ વિના નહીં રહી શકું જરાય.

આ પણ વાંચો : Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે, તમે ખૂબ જ સ્પેશિયલ છો… પોસ્ટ થઈ વાઈરલ

યુઝર્સ આ વીડિયો પર હવે કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આવી જાવ સર. બીજા એક યુઝરે જણાવ્યું હતું કે ફરી મુંબઈ જ જન્મ આપજો ભગવાન. ત્રીજા એક ફેને જણાવ્યું હતું કે મહાન એક્ટર સતિષ શાહના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમની કોમેડી, ઉત્સાહ અને એક્ટિંગ હંમેશા દિલોદિમાગમાં જીવંત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતિષ શાહે 74 વર્ષની વયે 25મી ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. સતિષ શાહે પોતાના કરિયરમાં અનેક મહત્ત્વના અને અનેક યાદગાર રોલ નિભાવ્યા છે, પરંતુ લોકો તેમને સારાભાઈ વર્સીસ સારાભાઈ ટીવી સિરીયલમાં ઈન્દ્રવદન સારાભાઈના રોલ માટે યાદ કરે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button