મનોરંજન

Sarfira Trailer : 12 વર્ષ પછી અક્ષય કુમાર-પરેશ રાવલ એકસાથે જોવા મળશે, ‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar)ની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફીસ પર કામલ નથી કરી શકી, હાલમાં જ રિલીઝ થયેલી ‘બડે મિયાં છોટે મિયાં’નું પણ ખરાબ રીતે પીટાઈ ગઈ, એવામાં અક્ષય કુમારની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સરાફિરા’નું ટ્રેલર રિલીઝ (Sarfira Trailer out) થઈ ગયું છે, જે સ્ટાર્ટ-અપ અને એવિએશન બીઝનેસ પર આધારિત ફિલ્મ છે.

આ ફિલ્મ 12 જુલાઈના રોજ સિનેમાગૃહોમાં રિલીઝ થશે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ સામાન્ય માણસને સપના જોવા અને તેને પૂરા કરવાની પ્રેરણા આપશે.

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ, રાધિકા મદન, આર. સરથ કુમાર અને સીમા બિશ્વાસ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને હવે 12 વર્ષ પછી આ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે છે. ફિલ્મ ‘સરફિરા’નું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે.

હીટ ફિલ્મની તલાસ કરી રહેલા અક્ષય કુમારે આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, “આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. ‘સરાફિરા’ એ માત્ર આકાશ સુધી પહોંચવાની પ્રેરણા આપતી વાર્તા નથી પણ તમામ અવરોધોને પાર કરવા અને દુનિયા તમને પાગલ કહે છે ત્યારે તમારામાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે.”

ફિલ્મના દિગ્દર્શક સુધા કોંગારા કહે છે, તેમણે કહ્યું કે “સરફિરા એક એવી વાર્તા છે જે આપણા બધાની અંદરના સપના જોનાર સાથે વાત કરે છે. મને આશા છે કે પ્રેક્ષકોને ‘સરફિરા’ એટલી જ પ્રેરણા આપશે જેટલી અમને તે બનાવતી વખતે મળી હતી.”
આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક સુધા કોંગારા દ્વારા દિગ્દર્શિત તમિલ ફિલ્મ સૂરારાય પોટ્રુની હિન્દી રિમેક છે, જે ફરીથી સુધા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…