સારા તેંડુલકર આ કોની સાથે વેકેશન મનાવી રહી છે? શુભમન ગિલનું હાર્ટબ્રેક પાક્કું છે ભાઈસાબ…

ભારતરત્ન સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરે એ મિનિટોમાં વાઈરલ થઈ જતું હોય છે. હાલમાં સારાએ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટો શેર કર્યા હતા. આ ફોટો ઈન્ટરનેટ આગની જેમ વાઈરલ થઈ ગયા હતા. પરંતુ આ ફોટો જોઈને નેટિઝન્સને સવાલ પડ્યો હતો કે સારા આ કોની સાથે વેકેશન પર ગઈ હતી અને એટલે તેમણે એક્સના ગ્રોકને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું. ચાલો જોઈએ આખરે સારા કોની સાથે વેકેશન પર પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં જોવા મળી રહ્યું છે કે સારા તેંડુલકર પોતાના ઓસ્ટ્રેલિયા વેકેશન પર પહોંચી હતી. સારા તેંડુલકર ગયા વર્ષે પોતાના મિત્રો સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને આ સમયે તેની સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ હેડનની દીકરી અને કમેન્ટેટર ગ્રેસ હેડન. આ વેકેશનના સુંદર ફોટો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યા હતા.
સારાના ફોટો જોઈને ફેન્સની નજર તેની સાથે જોવા મળતી એક બીજી યુવતી પર અટકી પડી હતી અને લોકો આ છોકરી કોણ છે એની ખણખોદ શરૂ કરી હતી. એટલું જ નહીં પણ તેમણે એક્સના એઆઈ ગ્રોકને પણ આ સવાલ કર્યો હતો કે સારા સાથે જોવા મળતી આ છોકરી છે કોણ?
ગ્રેસ હેડનના પિતા મેથ્યુ હેડને પોતાની બેટથી દુનિયામાં નામ કમાવ્યું હતું જ્યારે ગ્રેસ હાથમાં માઈક્રોફોન લઈને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહી છે. ગ્રેસ હેડન ક્રિકેટની દુનિયાની શાનદાર કમેન્ટટેર છે. 2023ના વર્લ્ડકપ પ્રેઝેન્ટરનો હિસ્સો પણ રહી ચૂકી છે, જેમાં મયંતી લૈંગર, જતિન સપ્રુ,રિકી પોન્ટિંગ, ઈયોન મોર્ગન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સારાએ ગ્રેસ હેડન સાથે ક્વીન્સલેન્ડ અને બ્રિસ્બેનના સુંદર રસ્તા પર લોન્ગ ડ્રાઈવની મજા માણી હતી. સારાએ શેર કરેલાં ફોટોમાં સુંદર સમુદ્ર કિનારો, હરિયાળા રસ્તા અને મિત્રો સાથેની મસ્તી જોવા મળી રહી છે. સારાએ પોતાના એકાઉન્ટ પરથી આ સુંદર વેકેશનના ફોટો શેર કર્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
આપણ વાંચો : Sara Tendulkarના શૂઝ પર આ કોનું નામ લખેલું છે? તમે ખુદ જ જોઈ લો ભાઈસાબ…