Sara Tendulkar નાં લુકથી સોશિયલ મીડિયા પર મચી ધૂમ; સર્ફિંગ દરમિયાન…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પોતાનો સમય વિતાવી રહી છે અને તાજેતરમાં જ તેનો સાઇકલ સવારીનો લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેના ઓલ-વ્હાઈટ લુકએ દરેકનું દિલ જીતી લીધું હતું. સારાએ આ લુકમાં સાદગી અને ગ્લેમરનો સમન્વય કર્યો જેને કોઇપણ બધાને ચોંકી ઉઠયા હતા.
ઓસ્ટ્રેલિયામાં ઉજાણી
હાલ સારા ઓસ્ટ્રેલિયા પહોંચી છે અને સાઈકલ રાઈડ પર નીકળી હતી. આ દરમિયાન સારાએ એક ટોપ પહેર્યું હતું. આ ડિઝાઇન બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી હતી. આ ટોપ, જે સામાન્ય કરતા અલગ હતું, તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટોપ સ્ટાઈલિશ તો હતું જ પણ સાથે જ તેની પર્સનાલિટીને નિખારતું હતું.
ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ
સારાએ ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ સાથે તેના લુકને સ્ટાઇલ કર્યો હતો અને સાથે જ તેણે ડાર્ક ચશ્મા પહેર્યા હતા. જેને ક્યારેક તેણે તેના પોતાની આંખો પર લગાવ્યા હતા તો ક્યારેક તેણે તેને પોતાના વાળમાં લગાવીને સ્ટાઇલ કરી. આ સમયે તેણે હાફ બન બનાવીને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને એકદમ નેચરલ મેકઅપ કર્યો હતો. છેલ્લે સફેદ શૂઝ સાથે લુક પૂરો થયો.
વોટર સર્ફિંગમાં અનોખો લુક
ત્યારબાદ જ્યારે સારા વોટર સર્ફિંગ માટે ગઈ ત્યારે તેણે પોતાનો આઉટફિટ બદલી નાખ્યો અને વ્હાઇટ ટોપને બદલે બ્લુ ફુલ સ્લીવ્ઝ ટોપ સાથે શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી. જેમાં તેની સ્ટાઈલ પણ અદભૂત લાગી રહી હતી. અહીં સર્ફિંગ કરતી વખતે તે ક્યારેક પાણીમાં પડી જતી, પરંતુ અંતે તેણે થોડું સંતુલન પાછું મેળવ્યું. જ્યાં પાણીમાં સારાની સ્ટાઈલ પણ અદભૂત લાગી રહી હતી.