સારા તેન્ડુલકરે મોહી લીધા ચાહકોને! જુઓ તેનો રોયલ લુક…

મુંબઈ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ભલે સમાચારોની હેડલાઇન્સથી હવે થોડા દૂર રહેતા હોય, પરંતુ તેમની દીકરી સારા તેન્ડુલકર અવારનવાર કોઇ ને કોઇ કારણોસર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે. ક્યારેક ભારતના યુવા ખેલાડી શુભમન ગિલ સાથે નામ જોડાવાના કારણે તો ક્યારેક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સારા તેન્ડુલકર મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી જ લેતી હોય છે.
જોકે, હાલમાં જ સારા તેન્ડુલકરે પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને તેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક બાજુ અનંત અંબાણીના લગ્નમાં આવતા સેલિબ્રિટીઓ અને તેમના લુકની ચર્ચા થઇ રહી છે તો બીજી બાજુ સારા તેન્ડુલકરની થોડી જ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાડી છે.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સારા તેન્ડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો મૂકી હતી, જેમાં તે એક રાજકુમારી જેવી દેખાતી હતી. સુંદરતાના મામલે તે બોલીવુડની હિરોઇનોને પણ પાછળ મૂકી દે તેવી દેખાઇ રહી હતી. તેનું મનમોહક સ્મિત તેના ચાહકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.
સારાએ બ્લૂ અને સિલ્વર કલરના નેટનો લહેંગો પહેરેલો તસવીરોમાં દેખાય છે સારાએ સિમ્પલ ડાયમંડ નેકલેસ અને નાનકડી ઇયર-રિંગ્સથી પોતાનો લુક પૂરો કર્યો હતો.
આ તસવીરોમાં તેનો રોયલ લુક દેખાતા ચાહકોએ થોડી જ ક્ષણોમાં આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધી હતી અને તેના પર ભરપૂર પ્રેમ વરસાવીને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ કરી હતી. અમુક તસીવીરોમાં સારાએ મોતીઓ જડેલી એક હેન્ડબેગ હાથમાં લીધેલી પણ દેખાય છે. કોઇ મોડેલ કે પછી હિરોઇન ફોટોશૂટ કરાવતી હોય તેવો જ લુક તેનો દેખાય છે અને તે કોઇપણ હિરોઇન કરતાં કોઇ મામલે ઉતરતી દેખાતી નથી.