મનોરંજનસ્પોર્ટસ

યુઝરે Sara Tendulkarની પોસ્ટ પર કરી કમેન્ટ, રિપ્લાયમાં મળ્યું કંઈક એવું કે…

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar)ની તગડી ફેનફોલોઈંગ છે અને દિન પ્રતિદિન સારાની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે. સારા સુંદરતાના મામલા ભલભલી હિરોઈનોને પણ પાછળ છોડી દે છે. આ સિવાય સારા તેંડુલકર ઈન્ડિયન ક્રિકેટર શુભમલ ગિલ સાથેના તેના અફેયરને કારણે પણ ચર્ચામાં આવે છે. વાત કરીએ છેલ્લાં બે-ત્રણ વર્ષની તો સારા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે અને હાલમાં જ સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પરથી ફ્રેન્ડ્સ સાથેના ફોટો શેર કર્યા હતા અને એના પર એક યુઝરે કરેલી કમેન્ટ્સ તેમ જ તેના પર સારાએ આપેલો રિપ્લાય ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આ રિપ્લાય..

સારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહેલી છે અને સુંદરતામાં તો તે બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે છે. માત્ર સુંદરતા જ નહીં પણ એજ્યુકેશન, ફેશનસેન્સના મામલામાં પણ સારા અવ્વલ છે. સારાએ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી હતી જેના પર સારાએ રિપ્લાય કર્યો હતો.

આ પણ વાંચો: શુભમન ગિલને છોડીને આ કોની સાથે પાર્ટી કરતી જોવા મળી સારા તેંડુલકર?

વાત જાણે એમ છે કે ગઈકાલે સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા. જેમાં પહેલાં ફોટોમાં સારાએ ઘણા બધા ફૂલોનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું હતું કે Swipe For Prettier Flowers… અને બીજા ફોટોમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે નો ફોટો શેર કર્યો છે. ફેન્સ તેના આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સારા તેંડુલકર કેમ રાજસ્થાનના ડેપ્યુટી સીએમને મળવા પહોંચી?

જોકે, એક યુઝરે સારાના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે 4 Fools. યુઝરની આ કમેન્ટ પર સારાએ લખ્યું હતું કે You Means Phools (તમારો મતલબ ફૂલ છે ને?) અને આ સાથે સારાએ ગુલાબનું ઈમોજી પણ શેર કર્યું છે. બીજા યુઝર સારાના વખાણ પણ કરી રહ્યા છે. એક ફેને કહ્યું હતું કે હું તમારા પિતાજી અને તમારા પરિવારનો ખૂબ જ મોટો ફેન છું.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ડે ટુ ડે લાઈફની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button