ફરી વખત તૂટ્યું Sara Tendulkar નું દિલ? આ બોલીવૂડ એક્ટર સાથે જોડાયું હતું નામ…

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar) સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ પણ સારા વિશે ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ જાણવા માટે ઉત્સુક હોય છે. સારા પોતાની સ્ટાઈલ અને સુંદરતાની સાથે સાથે જ લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલ સાથેના અફેયર-બ્રેકઅપની ચર્ચા વચ્ચે જ સારાનું નામ બોલીવૂડના એક એક્ટર સાથે જોડાયું હતું અને હવે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે એક્ટર સાથે પણ સારાનું બ્રેકઅપ થઈ ગયું છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી

અનેક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સારા તેંડુલકર અને બોલીવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનું અફેયર ચાલી રહ્યું હતું, પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. ખબર તો એવી પણ આવી રહી છે કે થોડાક સમય પહેલાં સિદ્ધાંત અને સારાએ એકબીજાને પોત-પોતાના પરિવાર સાથે પણ મળાવ્યા હતા અને એવું લાગી રહ્યું કે હવે બંનેનો સંબંધ મજબૂત થશે અને ટૂંક સમયમાં જ ખુશખબર સાંભળવા મળશે, પણ આવું કંઈ થાય એ પહેલાં જ બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે.
સિદ્ધાંત અને સારાએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને ફેન્સ પણ આ સમાચાર સાંભળીને ચોંકી ઉઠ્યા છે. હજી હમણાં હમણાં શરૂ થયેલી એક ક્યુટ અને સ્વીટ લવ સ્ટોરીનું આવું ધી એન્ડ એક્સ્પેક્ટેડ નહોતું. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર બ્રેકઅપનો નિર્ણય સિદ્ધાંતે લીધો છે અને એ પણ પરિવારની મુલાકાતના થોડાક દિવસો બાદ જ. સારા અને સિદ્ધાંત અનેક વખત સાથે સ્પોટ થઈ ચૂક્યા છે અને બંને જણ એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ વર્લ્ડમાં બંનેના સંબંધની ખૂબ જ જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. ફેન્સ પણ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ હતા. જોકે, ફેન્સ બંનેને બ્રેકઅપ કરવાનો નિર્ણય કેમ લીધો એનું કારણ જાણવા માટે ઉત્સુક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું. જોકે, બંને જણે ક્યારેય પોતાની રિલેશનશિપ વિશે ઓફિશિયલ કઈ જ કહ્યું નહોતું. પરંતુ આખરે સારા અને શુભમન અલગ થયા અને ત્યાર બાદ સારાનું નામ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાયું, પણ હવે આ સ્ટોરીનો પણ ધી એન્ડ આવી ગયો છે. બીજી બાજું સિદ્ધાંત ચતુર્વેદીનું નામ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું અને બંને જણ અવારનવાર વેકેશન પર પણ સાથે જતા હતા. પરંતુ 2024માં નવ્યા અને સિદ્ધાંતનું પણ બ્રેકઅપ થઈ ગયું હતું.
આપણ વાંચો : સારા તેંડુલકર આ કોની સાથે વેકેશન મનાવી રહી છે? શુભમન ગિલનું હાર્ટબ્રેક પાક્કું છે ભાઈસાબ…