Sara Ali Khanની વાત સો ટકા સાચી, તમે શું માનો છો
ફિલ્મી કલાકારો આખો દિવસ કેમેરાની લાઈટ ફેસ કરતા હોય છે. શૂટિંગ કરતા હોય તો પણ ન કરતા હોય તો પણ. તેમને પણ વાંરવાર લોકોની નજરમાં આવવા માટે પાપારાઝીઓ એટલે કે ફિલ્મી ફોટોગ્રાફરની જરૂર પડે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાને લીધે દરેક સ્ટારની એક એક વાત લોકો સામે આવે છે, પરંતુ ફિલ્મી કલાકારોને પણ પ્રાઈવસી જોઈતી હોય છે.
દરેક વખતે કેમેરાના લેન્સમાં ફીટ થઈ જવું તેમને પણ ગમતું નથી. આવુંજ કઈંક એય મેરે વતનની સ્ટાર સારા અલી ખાન સાથે થયું છે. સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો. એક્યુઅલી સારા મંદિરની બહાર બેસેલી ગરીબ મહિલાઓને ફૂડ પેકેટ્સ આપતી હતી. તેની પાછળ પાપારાઝી પહોંચી ગયા.
સારા અને પેલી મહિલાઓએ તેમને ફોટો લેવાની ના પાડી. જોકે સારા થોડી ચિડાઈ ગઈ. એક તો તેને થોડી વારની શાંતિ જોઈતી હોય અને આ સાથે પોતે આવી સખાવતનું કામ કરે છે તે દુનિયાને દેખાડવાનું તેને ગમતું ન હતું. વવાત પણ સારી અને સાચી છે. માત્ર એક ફૂડ પેકેટ્સ આપીને ગરીબોના મસિહા બની જતા અમુક લોકો કરતા સારા અલગ છે.
દાન હંમેશાં ગુપ્ત રાખવું તેમ આપણે માનીએ છીએ. આથી આ રીતે તેને દેખાડવાની ઈચ્છા ન હોય તેમ બને.
સારાના સપોર્ટ્માં નેટ યુઝર્સ પણ આવ્યા છે અને તેઓ પાપારાઝીને દોષ આપી રહ્યા છે.
સારા હાલમાં તેની સિરિઝ મર્ડર મિસ્ટ્રી અને ફિલ્મ એય મેરે વતનથી ચર્ચામાં છે. બન્નેમાં તેની અલગ અલગ ભૂમિકા છે. હવે તે મેટ્રો-2માં દેખાશે..
તમને સારાનો ગુસ્સો યોગ્ય લાગે છે કે નહીં, અમને કૉમેન્ટ સેક્શનમા ખાસ લખી મોકલજો.