Sara Ali Khan પોતાના મોબાઈલ ફોનમાં છુપાવી રાખી છે આ ત્રણ ખાસ વસ્તુઓ…
છોટે નવાબ એટલે કે Saif Ali Khanની લાડકવાયી Sara Ali Khan હાલમાં જ તેની ફિલ્મ અય વતન તેરે લિયેને કારણે લાઈમલાઈટમાં છે. ઈન્ડસ્ટ્રીની અન્ય એક્ટ્રેસની જેમ સારા અલી ખાન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની ડેટુ ડે લાઈફના અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
હાલમાં જ સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના મોબાઈલ ફોનની પાછળ છુપાવેલી ત્રણ સિક્રેટ વસ્તુઓ વિશે જણાવ્યું હતું. આવો જોઈએ આખરે સારા અલી ખાને પોતાના ફોનની પાછળ એવી તે કઈ ત્રણ વસ્તુઓ સંતાડી છે…
વાત જાણે એમ છે કે સારા અલી ખાનને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે કે જે તેના માટે જરૂરી છે અને તે એ કોઈ સામાન છે. જેના જવાબમાં સારાએ જણાવ્યું હતું કે મારા ફોનની પાછળ હું ત્રણ વસ્તુઓ ખાસ રાખું છું, જે હું હંમેશા સાથે રાખું છું.
સારાના ફોનમાં પાછળ કેદારનાથ સાથે સંકળાયેલી એક નાનકડી વસ્તુ યાદ સ્વરૂપે તેણે મૂકી છે. આ સિવાય તેના ફોનમાં બીજી એક વસ્તુ છે એ છે દસ રૂપિયાની નોટ. દસ રૂપિયાની આ નોટ સારા અલી ખાનને અજમેર શરીફથી મળી છે. આ નોટને સારા ખૂબ જ લકી માને છે.
મોબાઈલ ફોનની પાછળ રહેલી ત્રીજી અને મહત્ત્વની વસ્તુ વિશે વાત કરીએ તો તે છે એક ન્યુ યર રિઝોલ્યુશન. આ ત્રણેય વસ્તુઓ સારા અલી ખાન હંમેશા પોતાના મોબાઈલ ફોનની પાછળ છુપાવીને રાખે છે.
ઈન્ટરવ્યૂમાં સારા અલી ખાને આગળ એવું પણ જણાવ્યું હતું કે ઘણા લોકોને આ ફની લાગે છે કે હું દસ રૂપિયાની નોટ લઈને ફરું છું. પણ મારા માટે આ નોટ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તે મને અજમેર શરીફથી મળી છે.
અહીંયા તમારી જાણ માટે કે સારા અલી ખાન ભોલેનાથની ખૂબ જ મોટી ભક્ત છે અને તે વર્ષમાં અનેક વખત શિવજીના દર્શન કરવા માટે વિવિધ મહાદેવના મંદિર પહોંચી શકે છે.