દુલ્હન બનવા જઈ રહી છે Sara, શું તેની સગાઈ થઈ ગઇ?
સૌથી પહેલા તો એ સ્પષ્ટતા કરી લઇએ કે અહીં પ્રખ્યાત અભિનેતા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનની વાત થઇ રહી છે. એવા સમાચાર જાણવા મળ્યા છે કેસારા અલી ખાન ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં પાડશે. તેણે ઓલરેડી સગાઇ કરી લીધી છે.
સારા અલી ખાન બોલિવૂડની અગ્રણી યુવા અભિનેત્રીઓમાંની એક છે. સારા પણ પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહના માર્ગે સિનેમામાં આવી હતી. સારા અભિનય ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવવામાં સફળ થઈ છે
સારાના વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. સારાની ઑફ-સ્ક્રીન લાઇફ પણ હંમેશા સમાચારમાં રહે છે. તેની સુશાંત સિંહ રાજપૂતથી લઈને કાર્તિક આર્યન, શુભમન ગિલ અને અન્ય લવ સ્ટોરીઝ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પરંતુ હજુ સુધી સારાએ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી કે તે પ્રેમમાં છે. જોકે, હવે એવું લાગે છે કે સારા આખરે પ્રેમના સંબંધમાં બંધાવા માટે તૈયાર છે.
Reddit પરની એક પોસ્ટ હાલમાં ચર્ચામાં છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સારા ટૂંક સમયમાં જ લગ્ન કરશે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સારા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે અને તેની સગાઈ થઈ ચૂકી છે. સારાનું ડિનો ખાતે મેટ્રોનું શૂટિંગ ટૂંક સમયમાં આટોપાઇ જશે. સારાએ કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી અને હવે તે લગ્નની તૈયારીઓ શરૂ કરશે. તેના લગ્ન માટે તે ખૂબ જ ખુશ છે. તેના પરિવારે પણ આ સંબંધને માન્ય રાખ્યો છે.
2018 માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે અભિષેક કપૂરની દિગ્દર્શિત મૂવી, કેદારનાથથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. સારા જરા હટકે ઝરા બચકે, મર્ડર મુબારક, એ વતન મેરે વતન અને ઘણી ફિલ્મોનો ભાગ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા હાલમાં ડિનોમાં મેટ્રોનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મનો હીરો આદિત્ય રોય કપૂર છે. અનુરાગ બાસુની આ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ છે. ‘મેટ્રો ધીઝ ડેઝ’ પછી સારા ‘સ્કાય ફોર્સ’ અને ‘ઇગલ’ નામની ફિલ્મોમાં પણ જોવા મળશે. આ ઉપરાંત સારાની હાઉસફુલ 5, વેદા અને ખેલ ખેલ મે નામની ફિલ્મો પણ પાઇપ લાઇનમાં છે.